ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખડી, જવાહર ચાવડા સંભાળશે ભાજપનું મંત્રીપદ
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખડી, ભાજપમાં જોડાશે
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થતો જણાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસની વધુ એક સીટ ખાલી થઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જે બાદ તેઓ ગાંધીનગરથી ભાજપમાં સામેલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માણાવદરથી જીત્યા હતા.

અલ્પેશ પણ છોડી શકે કોંગ્રેસનો સાથ?
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને તગડો ફટકો આપવાની તૈયારીમાં છે. ચર્ચા છે કે ઉત્તર ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સહિત છ કોંગ્રેસી ધારાસભ્યો પણ કેસરીયો ખેંસ અપનાવી શકે છે. સૌરાષ્ટ્રના ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળિયાની જેમ જ અલ્પેશને પણ રાજ્ય મંત્રિમંડળમાં સામેલ કરવામાં આવવાની અટકળો તેજ થઈ ગઈ હતી. જો કે આ માત્ર લોકસભા ચૂંટણી માટે અલ્પેશનું કોંગ્રેસ પર દબાણ વધારવાનો પ્રયાસ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પીએમ મોદીની હાલમાં જ ગુજરાત યાત્રા બાદ ભાજપે મિશન 26 પર કામ શરૂ કરી દીધું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર સહિતના નેતાઓ પાર્ટીને મજબૂતી આપવામાં લાગી ગયા છે. બે દશકા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 76 ધારાસભ્યો જીત્યા હતા. જેમાંથી બે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે, જ્યારે એકને ગેરકાયદેસર ખનનના આરોપસર કોર્ટે ગુનેગાર માનતાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રો મુજબ ભાજપની કોશિશ છે કે 1961 પછી પહેલીવાર ગુજરાતમાં 12 માર્ચે થનાર કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પહેલા જ તેને મોટો ફટકો આપવામાં આવે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો વિરુદ્ધ આંદોલન ચલાવનાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ આલાકમાનની નજરોથી ઉતરી ગયા છે. એવામાં અલ્પેશ ઉપરાંત તેના સમર્થક ધારાસભ્ય ચંદન સિંહ ઠાકોર, ધવલ સિંહ ઝાલા, પુરુષોત્તમ સાબરિયા અને સોમા પટેલ સહિતના નેતા ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા છે.
સૂત્રો મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી જલદી જ મંત્રિમંડળનું વિસ્તરણ કરી શકે છે. નવા મંત્રીઓમાં ઉંઝાના પૂર્વ ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ અને જવાહર ચાવડાના નામની ચર્ચા છે. ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં બે નવા ચેમ્બરની સાફ સફાઈ કરાવી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી બાજુ હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસનો પંજો થામશે. 12 માર્ચે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ ભાજપના શીર્ષ ેતૃત્વની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો- રાહુલ ગાંધીની હાજરીમાં 12મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે












Click it and Unblock the Notifications
