જય હિન્દ સમાચારના બ્યૂરોચીફ કિશોર દવેની ઓફિસમાં જ કરાઇ ધાતકી હત્યા
જૂનાગઢના જાણીતા છાપા જય હિન્દ સમાચારના બ્યૂરોચીફ અને જાણીતા પત્રકાર તેવા કિશોરભાઇ દવેની ધાતકી હત્યા કરવામાં આવી છે. જય હિન્દની ઓફિસમાં કોઇ અજાણ્યા ઇસમોએ ધૂસી જઇને તીક્ષ્ય હથિયાર વડે કિશોર ભાઇને રહેંસી નાંખ્યા હતા. અને તેમને લોહીના ખોબાચિયામાં મરવા માટે છોડી ચાલ્યા ગયા હતા.

જો કે મોડી રાત સુધી તેમની કોઇ ભાળ ના લાગતા અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતા તેમના પરિવારજનો ઓફિસમાં જઇને જોયું ત્યારે સમગ્ર ધટના બહાર આવી હતી. જે બાદ પોલિસે સમગ્ર ધટનાની તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે હજી સુધી પોલિસ આ હત્યા કોઇ અગંત અદાવતના કારણે કરાઇ છે કે પછી વ્યાવ્સાયિક કારણોથી તે અંગે સ્પષ્ટતા નથી કરી શકી. જો કે જાણીતા પત્રકાર તેવા કિશોરભાઇ દવેની આવી ધાતકી હત્યાથી મીડિયા એસોસિયેશનમાં ભારે રોષ વ્યાપો છે. નોંધનીય છે કે હાલ ગુજરાતમાં પત્રકારો પર આવા જીવલેણ હુમલા વધી રહ્યા છે. જે ચિંતાજનક વાત છે.












Click it and Unblock the Notifications
