જીજ્ઞેશ મેવાણીનું અલ્ટીમેટમ, દલિતો વિફર્યા તો ભાજપના નેતાને નહીં....

Posted By:
Subscribe to Oneindia News

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ એટ્રોસિટિ એેક્ટ અને દલિત વિરોધ પ્રદર્શન મામલે મીડિયામાં ટિપ્પણી કરતા કહ્યું છે કે કોર્ટના આ નિર્ણયથી સમગ્ર દલિત સમાજ આહત થયો છે. અને આજ કારણ છે કે ઠેર ઠેર દલિતો અને આદિવાસી સમાજ આ અંગે વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સાથે જ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા મેવાણીએ તેની ચિમકી ઉચ્ચારી હતી કે જો ભાજપ સરકાર દ્વારા 14 એપ્રિલ પહેલા જો કોર્ટમાં આ મામલે યોગ્ય પિટિશન દાખલ કરવામાં નહીં આવે તો 14 એપ્રિલ પછી ભાજપના કોઇ પણ નેતાને ડૉ. આંબેડકર સાહેબની મૂર્તિને અમે અડવા નહીં દઇએ. જો વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે તે કોર્ટના આ નિર્ણયનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે.

jignesh

ઉલ્લેખનીય છે કે કોર્ટના આ નિર્ણય પછી જીજ્ઞેશ મેવાણીએ 2 એપ્રિલે ભારત બંધને સમર્થન આપી ગુજરાત બંધમાં તેમની સાથે જોડાવવાની જાહેરાત પણ કરી હતી. વધુમાં આજે સવારે જ તેમણે અમદાવાદ સારંગપુર ખાતે તેમના કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડગામના ધારાસભ્ય તેવા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આ મામલે સમગ્ર દલિત સમાજ એકજૂથ છે. સાથે જ મધ્યપ્રદેશ અને બિહારમાં દલિત પ્રદર્શન વખતે થયેલા આંગ ચાંપી અને પથ્થરમારા જેવી ઘટનાઓનો જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કર્યો હતો.

અને લોકોને શાંતિની વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ કરી હતી. જો કે તેમ છતાં ગુજરાતમાં પણ ભારતના અન્ય વિસ્તારોની જેમ દલિતોનું વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. ખાલી અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં દાણીલીમડા, અમરાઇવાડી, કાકરિયા માર્ગ અને ઘી કાંટા રોડ પર ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. અમદાવાદમાં ઘી કાંટા પાસે કોર્ટના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. તો અનુપમ કાકરિયા માર્ગ પર દુકાનો અને રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં જો સરકાર દ્વારા કોર્ટના આ આદેશ પર કોઇ યોગ્ય પગલાં લેવામાં ના આવ્યા તો આ આંદોલન વધુ ઝલદ આવનારા દિવસોમાં થશે તેમ લાગી રહ્યું છે.

English summary
Apex Court remarks have hurt us terribly. If the review petition is properly filed by BJP, then they must ensure that all these adverse remarks are deleted otherwise we won't let any BJP leader to touch Ambedkar statue on April 14 : Jignesh Mevani

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.