જિજ્ઞેશ મેવાણી ફરી વડગામથી મેદાનમાં, કોંગ્રેસે વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ તેના વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાના નામ પણ સામેલ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ તેના વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાના નામ પણ સામેલ છે.

યાદી મુજબ, જિજ્ઞેશ મેવાણી આ વખતે કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યા છે. આ સિવાય અમિત ચાવડાને આંકલાવથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ પહેલા રવિવારે કોંગ્રેસે વધુ પાંચ બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે એક બેઠક પર ઉમેદવાર બદલાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના પસંદગી પામેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન, સૌ ઉમેદવારો જંગી બહુમતી જીતી અને પૂર્ણ બહુમતીથી કોંગ્રેસની સરકાર બનાવો તેવી શુભેચ્છાઓ#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/IlJSSsmwNx
— Gujarat Congress (@INCGujarat) November 13, 2022
કોંગ્રેસ અત્યારસુધીમાં તેના 143 ઉમેદવારો જાહેર કરી ચુકી છે. આ પહેલા કોંગ્રેસ સૌથી પહેલા નવેમ્બરે તેના 43 ઉમેદવારો જાહેર કર્યા હતા. આજે જાહેર કરાયેલી યાદીમાં ધ્રાંગધ્રા બેઠક પરથી છત્તરસિંહ ગુંઝારિયા, મોરબીથી જયંતિ પટેલ, રાજકોટ પશ્ચિમ બેઠક પરથી મનસુખભાઈ જાદવભાઈ કાલરિયા, જામનગર ગ્રામ્યમાંથી જીવન કુંભારવાડિયા, ગારિયાધારમાંથી દિવ્યેશ મનુભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય બોટાદ બેઠક પરથી રમેશ મારની જગ્યાએ મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
