ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ, જીતુ વાઘાણી
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની પસંદગી કરવામાં આવી છે. વિજય રૂપાલાના મુખ્યમંત્રી બન્યા બાદ આ પદ ખાલી હતું. જ્યાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી છે. યુવાન નેતાઓને સંગઠનમાં સારી તક મળે તે હેતુથી તેમની નિમણૂક આ પદ માટે કરવામાં આવી છે.
ત્યારે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તેવા જીતુ વાધાણી વિષે કેટલીક ખાસ માહિતી વાંચો અહીં.

કોણ છે જીતુ વાઘાણી?
જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. તે અત્યાર સુધીમાં બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે. અને નાની ઉંમરના ધારાસભ્યો તેમનું નામ મોખરે આવે છે. આ ઉપરાંત તે ભાજપના ભાવનગર યુવા મોરચાના મંત્રી પણ છે.
લેઉઆ પટેલ
લેઉઆ પટેલ તેવા જીતુ વાઘાણી વિદ્યાર્થીકાળથી જ એબીવીપી સાથે જોડાયેલા છે. તેમને પુરુષોત્તમ રૂપાલાના વિશ્વાસુ માનવામાં આવે છે. સાથે જ અમિત શાહ સાથે પણ સારા સંબંધો ધરાવે છે.












Click it and Unblock the Notifications
