For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં બેઠા છે ભ્રષ્ટાચારી સાંસદઃ એમએમ જોશી

|
Google Oneindia Gujarati News

MM JOSHI
અમદાવાદ, 2 ડિસેમ્બરઃ કોંગ્રેસી નતા મણિશંકર ઐયર બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મુરલી મનોહર જોશીની જીભ પણ લપસી ગઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે તેમને સાંસદ હોવા પર શરમ આવે છે કારણ કે સાંસદમાં ભ્રષ્ટાચારી સાંસદ બેસેલા છે.

અમદાવાદમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે તેમણે કેન્દ્ર સરકારને આડા હાથે લેતા કહ્યું કે સંસદ સભ્ય દરમિયાન તેમણે માત્ર ભ્રષ્ટાચારના કેસોને ઉઘાડા પાડવાનું કામ મળ્યું છે. તેથી ક્યારેક ક્યારેક તેમને શરમ આવે છે કે તે સંસદ સભ્ય છે.

નોંધનીય છે કે 29 નવેમ્બરે એક ચેનલને જણાવ્યું હતુ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અયૈરે સાંસદો માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ભાજપે અયૈરના નિવેદન પર રાજ્યસભામા જોરદાર બબાલ મચાવી હતી.

એટલે સુધી કે ભાજપના રાજ્યસભામાં અયૈર વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવની નોટીસ પણ મોકલાવી હતી. સમાજવાદી પાર્ટીએ પણ અયૈરના નિવેદનનો વિરોધ કરતા રાજ્યસભામાં વિશેષાધિકાર હનન પ્રસ્તાવની નોટીસ પાઠવી હતી. ત્યાર બાદ સદનમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લએ સરકાર તરફથી મણિશંકર અયૈરના નિવેદન પર માફી માંગી હતી.

હવે ભાજપના વરિષ્ઠ નેતાએ સાસંદ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. તેવામાં સવાલ ઉઠ્યો છે કે શું ભાજપ પોતાના નેતાના આ નિવેદન પર આપત્તિ વ્યક્તિ કરશે.

English summary
after congi leaders mani shankar aiyar now, MM joshi says corrupted mps seated in parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X