જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે, 23 જાન્યુઆરીએ લોકસભા બેઠકો પર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કરશે
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ બાદ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 23મી જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે.

નડ્ડા ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાવશે. તેઓ ગાંધીનગર લોકસભા બેઠક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર પાર્ટીના ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.
આ મુલાકાત દરમિયાન તેઓ બીજેપીના પ્રદેશ સંગઠન સાથે બેઠક કરશે. ગુજરાત ભાજપ આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી અંગે પ્રેઝન્ટેશન આપશે.
રાજ્ય ભાજપ પક્ષના વડાને લોકસભા ચૂંટણી માટેની યોજનાઓ અને વ્યૂહરચના વિશે માહિતી આપશે.
જણાવી દઈએ કે, રામ મંદિરના ઉદ્ધાટન બાદ બીજેપી પુરી તાકાત સાથે લોકસભા માટે પ્રચાર શરૂ કરશે. આ ક્રમમાં જ જેપી નડ્ડા ગુજરાત આવી રહ્યા છે. આ ચૂંટણીમાં બીજેપી પુરી તાકાત સાથે ઉતરીને 400 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.












Click it and Unblock the Notifications
