Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે ફટકો, જનરલ મોટર્સનો પ્લાન્ટ બંધ થશે

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે જંગી ફટકો

ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે જંગી ફટકો

ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે જંગી ફટકો પડશે.જનરલ મોટર્સનો હાલોલ પ્લાન્ટ બંધ થવાના આરે.હાલોલ સ્થિત પ્લાન્ટ જૂન 2016માં બંધ કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના 633 ગામમાં અંધારપટ

સૌરાષ્ટ્ર-કચ્છના 633 ગામમાં અંધારપટ

વરસાદના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 633 ગામમાં અંધારપટ છવાયો. 1684 વીજ ફિડર બંધ હાલતમાં પડ્યા છે. ભારે પવનથી ત્રણ હજારથી વધુ વીજ થાંભલા જમીનદોસ્ત બન્યા છે.

વેરી બન્યો વરસાદ

વેરી બન્યો વરસાદ

વેરી બન્યો વરસાદ. ધામટવાડના 200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા.ખારી નદીનું પાણી ગામમાં ફરી વળતા લોકોને સલામતે સ્થળે ખસેડવામાં આવ્યા.

કેન્દ્રની NDRFની ટીમ અમદાવાદમાં

કેન્દ્રની NDRFની ટીમ અમદાવાદમાં

કેન્દ્રની NDRFની ટીમ અમદાવાદ આવી પહોંચી. ખાસ ચાર્ટરમાં 75 લોકોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ગુજરાતના પાલનપુરમાં રેસ્ક્યૂ ઓરપરેશન હાથ ધરશે.

પાંચ દિવસથી પાણીમાં છે ગામો

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના ગામોપાંચ દિવસથી પાણીમાં છે.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ. બેઠકમાં રાહતકાર્યોની થઈ સમીક્ષા. લોકોને બચાવવા માટે અપાઈ પ્રાથમિકતા.

અંબાજી-આબુ વચ્ચે સંપર્ક તૂટ્યો

અંબાજી-આબુ વચ્ચે સંપર્ક તૂટ્યો

અંબાજી-આબુ વચ્ચેનો તમામ વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. જેના પગલે ગુજરાત-રાજસ્થાનનો એસટી વિભાગ બંધ છે. 15 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શંખેશ્વરના ગણેશપુરા પાડલાના 15 લોકો ફસાયાના સમાચાર છે. NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

11 વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મનો મામલો

11 વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મનો મામલો

11 વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મનો મામલે આરોપીને મળ્યા જામીન. વગદાર આરોપી જહાંગીર ખાનને મળ્યા જામીન. જસ્ટિસ હર્ષા દેવાણીએ આપ્યા જામીન.

પાટીદારોની અનામત રેલી

પાટીદારોની અનામત રેલી

સતલાસણામાં પાટીદારોએ મોઢા પર લાલપટ્ટી બાંધી રેલીનું આયોજન કર્યું. સતલાસણામાં પાટીદારોની અનામત રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ.
મામલતદાર એમ.જી.ટેલરને આવેદનપત્ર સુપરત કર્યું.

ભુજમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત

ભુજમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત

ભુજ ડડિવિઝનની પણ હજુ 15 ટકા બસ બંધ

વરસાદના કારણે ટ્રેન પ્રભાવિત

વરસાદના કારણે ટ્રેન પ્રભાવિત

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ટ્રેનોની અવર જવર પ્રભાવીત થઇ છે. ટ્રેન નં. 22903 બાંદ્રા-ભુજ પ્રભાવિત. આજે બાંદ્રા-ભુજ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે રદ રહેશે. જ્યારે ટ્રેન નં. 91131 કચ્છ એક્સપ્રેસ પણ આજે રદ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X