For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુદકા મારતો કોરોના, રાજ્યમાં 24 કલાકમાં 24485 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1 લાખને પાર!

કોરોના વાયરસ દુનિયાભરમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના આંકડા જે સ્પીડે વધી રહ્યા છે તે સંકેતો હવે બહુ સારા નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : કોરોના વાયરસ દુનિયાભરમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના આંકડા જે સ્પીડે વધી રહ્યા છે તે સંકેતો હવે બહુ સારા નથી. જો આમ જ આ આંકડા આગળ વધતા રહ્યા તો આવનારા સમયમાં હોસ્પિટલોમાં બેડ ખુટી પડે તો નવાઈ નહીં. જો કે હાલમાં જે રીતે આંકડા આવી રહ્યા છે તેના પ્રમાણમાં સિરિયસ દર્દીઓની સંખ્યા મર્યાદીત છે.

24 કલાકમાં 24 હજારથી વધુ કેસ નોંધાયા

24 કલાકમાં 24 હજારથી વધુ કેસ નોંધાયા

ગુજરાતના છેલ્લા 24 કલાકના આંકડા પર વિગતે વાત કરીએ તો, રાજ્યમાં પહેલી વખત અધધ 24,485 નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. રાજ્યમાં સતત રોજના આંકડા વધી રહ્યા છે ત્યારે હવે એક્ટિવ કસનો આંકડો પણ એક લાખને પાર થયો છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ

અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર રોકેટ ગતિએ આગળ વધી રહી છે ત્યારે હવે અમદાવા કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. આજે નોંધાયેલા કેસમાં સૌથી વધુ 9957 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય સુરત શહેરમાં 3709 કેસ, રાજકોટ શહેરમાં 1521 કેસ અને વડોદરા શહેરમાં 3194 કેસ નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાં 734 અને ભાવનગરમાં પણ 587 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 7 મોત

અમદાવાદમાં 7 મોત

મોતની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા છે, આ સિવાય સુરતમાં 2, જામનગર, ગાંધીનગર, અને રાજકોટ અને ખેડામાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

એક્ટિવ કેસ 1 લાખને પાર

એક્ટિવ કેસ 1 લાખને પાર

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં આ આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 104888 એક્ટિવ કેસ છે, તેમાના 156 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કેસ વધતા હવે એક્ટિવ કેસનો આંકડો પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે.

English summary
Jumping Corona, 24485 new cases registered in 24 hours, active cases cross 1 lakh!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X