For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેરાવળની ચોપાટીનું રૂપિયા 15 કરોડના ખર્ચે થશે વિકાસ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હીટ એન્ડ રન

હીટ એન્ડ રન

અમદાવાદના શિવરંજની પાસે હીટ એન્ડ રન કેસમાં બેના મોત. બ્રિજ પાસે બેફામ દોડતી કારે માતા-પુત્રને અડફેટે લીધા. અકસ્માતમાં માતા-બે વર્ષનાં પુત્રનાં મોત,ચારને ઇજા થઇ છે.

બોમ્બનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

બોમ્બનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

વટવા પાસેથી રથયાત્રા પહેલા 49 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા હતા. આજે પોલીસને તેમાં વધારે સફળતા હાથ લાગી છે, મુખ્ય સુત્રધાર અલ્તાફની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ફતેપુરમાં સામાન્ય પથ્થરમારો

ફતેપુરમાં સામાન્ય પથ્થરમારો

ફતેપુરના ભાંડવાડામાં મોડી રાતે સામાન્ય પથ્થરમારો, પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત.

કોંગ્રેસની ભીમજ્યોત યાત્રા

કોંગ્રેસની ભીમજ્યોત યાત્રા

જામનગરમાં કોંગ્રેસની ભીમજ્યોત યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. શહેરમાં ઠેર-ઠેર દલિત સમાજ દ્વારા ફૂલહારથી કરવામાં આવ્યું સ્વાગત.

 બિનવારસી વિદેશી દારૂ

બિનવારસી વિદેશી દારૂ

અમદાવાદમાંથી ઝડપાયો બિનવારસી વિદેશી દારૂ. અંદાજે 700 પેટી બિનવારસી વિદેશી દારૂ ઝડપાયો. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડા પાડી ઝડપ્યો.

વેરાવળની ચોપાટીનું રૂપિયા 15 કરોડના ખર્ચે વિકાસ

વેરાવળની ચોપાટીનું રૂપિયા 15 કરોડના ખર્ચે વિકાસ

વેરાવળની ચોપાટીનું રૂપિયા 15 કરોડના ખર્ચે વિકાસ કરાશે. જિલ્લા કલેક્ટર અધ્યક્ષપદે મળેલ મીટિંગમાં લેવાયો નિર્ણય.

ગાંધીનગર

ગાંધીનગર

મહેસાણામાં હેલ્થડ્રિંકમાં આલ્કોહોલ મળ્યાનો મામલો 8થી 10 ટકા આલ્કોહોલ મળી આવ્યો. ઉત્પાદકો થઇ ગયા અંડરગ્રાઉન્ડ. કંપનીને કરી દેવાઈ બંધ.

વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

એમ એસ યુનિ.ની મેડિસિન ફેકલ્ટીનું પરિણામ. પરિણામમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો હેડ ઓફિસ ખાતે કર્યો સૂત્રોચ્ચાર અને હોબાળો.

તલાટીની પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો

તલાટીની પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો

સાબરકાંઠા તલાટીની પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો વધુ ચાર આરોપીઓને એલસીબીએ ગાંધીનગરના આલમપુરથી ઝડપ્યા કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઇ.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને વિશ્વ યોગ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને વિશ્વ યોગ

દિવસ જાહેર કરાયા બાદ પહેલીવાર દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવશે. દેશભરમાં થશે યોગ દિવસની ઉજવણી. આ અવસરે વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે પરંતુ યોગ નહીં કરે.

શહેરના વાતાવરણમાં પલટો

શહેરના વાતાવરણમાં પલટો

શહેરના વાતાવરણમાં પલટો શહેર પર છવાયા કાળાડિબાંગ વાદળો વાદળછાયા વાતાવરણને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો.

દુકાનના સટર તોડી ચોરી કરતી ગેંગ

દુકાનના સટર તોડી ચોરી કરતી ગેંગ

કારંજમાં દુકાનના સટર તોડી ચોરી કરતી ગેંગની છ મહિલાઓ ઝડપાઈ.
પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાઓની કરી ધરપકડ.

જિલ્લામાં સાંજે પડેલ વરસાદ

જિલ્લામાં સાંજે પડેલ વરસાદ

જિલ્લામાં સાંજે પડેલ વરસાદ. જિલ્લાના ધ્રોલ તાલુકામાં 23 મિમી વરસાદ. જોડિયામાં 22 મિમી, જામનગર શહેરમાં 4 મિમી વરસાદ.

ગુજરાતના મુખ્ય સમાચારોને જુઓ વીડિયોમાં...

ગુજરાતના મુખ્ય સમાચારોને જુઓ વીડિયોમાં...

English summary
June 10 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X