Kadana dam news : મહીસાગર નદી ગાંડીતૂર, મુજપુર મંદિરમાં પાણી ઘુસ્યા

Kadana dam news : મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પરિણામે નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે.

આ ભારે પ્રવાહને કારણે પાદરા તાલુકાના મુજપુર ગામમાં આવેલું મંદિર પરિસર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ઉપરાંત ગંભીરા બ્રિજ પાસે પણ પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Kadana Dam

સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા તંત્ર દ્વારા પાદરા તાલુકાના નદીકાંઠાના 12 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ પૂરની સ્થિતિથી ખેડૂતો અને નદીકાંઠાના ગામોના લોકોની ચિંતા વધી છે.

જણાવી દઈએ કે, મહિસાગર નદીના ઉપરવાસમાં હજુ પણ વરસાદની આગાહી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને કડાણા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. આગળ જતા હજુ પણ પાણી છોડવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X