કણભા-કુંજાડ મેજર બ્રીજ પર ભારે વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિક NH-47 તરફ ડાયવર્ટ કરાયો
અમદાવાદના કુહા-કઠલાલ-બાલાસિનોર બાયપાસ રોડ ઉપર આવેલા કણભા અને કુંજાડ ગામને જોડતો 60 વર્ષ જૂનો મેજર બ્રીજ હવે માત્ર સામાન્ય વાહનચાલકો માટે ખુલ્લો રહેશે. ભારે વાહનો અને મલ્ટિ-એકસલ વાહનોને ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધના હેતુ શહેરના રસ્તા અને વાહન વ્યવહાર માટે સલામતી જાળવવાનો છે, ખાસ કરીને વરસાદી સિઝનમાં દુર્ઘટનાનો ખતરો ટાળવા આ કાર્યવાહી કરાઈ છે.

અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરની ભલામણને આધારે આ નિર્ણયો લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બ્રીજ અત્યંત જૂનો અને દબાણ સહન શક્તિમાં ઘટાડો અનુભવતો હોવાનું જણાયું છે.
ભારે વાહનો હવે એન.એચ.47 (NH-47) ઉપરથી પોતાના માર્ગે આગળ જઈ શકશે. કણભા અને કુંજાડ ગામ વચ્ચેના બ્રિજના સમાંતર રહેલા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
આ પ્રતિબંધ માત્ર ભારે વાહનો અને મલ્ટિ-એકસલ વાહનો માટે જ લાગુ પડશે. અન્ય વાહનો સામાન્ય રીતે આ બ્રીજ પરથી પસાર થઈ શકશે.












Click it and Unblock the Notifications
