કાંકરિયા કાર્નિવલનો આજથી ભવ્ય પ્રારંભ, 31 ડિસેમ્બર સુધી ઉજવણી

Subscribe to Oneindia News

અમદાવાદના કાંકરિયા કાર્નિવલની આજથી ભવ્ય શરુઆત થઇ રહી છે. આ કાર્યક્રમ 25 ડિસ્મ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. નોટબંધીને કારણે લોકો માતે એટીએમ સેંટર તેમજ કાર્ડથી પેમેંટ કરવાની વ્યવસ્થા કરવામાંઅ આવી છે. આ ઉપરાંત રાઇડ્સમાં પણ ડિજિટલ પેમેંટમાં 10% ડિસ્કાઉંટ આપવામાં આવ્યુ છે.

kanakaria

કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે સર્જીકલ સ્ટ્રાઇક અને નોટબંધી મુખ્ય મુદ્દાઓ હશે. આ ઉપરાંત સરકારની યોજનાઓ અને સંદેશાઓ જેમ કે બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન, ગુજરાતનું ગૌરવ, ટ્રાફિક અવેરનેસ, પાણી બચાવો, નશાબંધી અંગે લોકોને જાગૃતિ આવે તે માટે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે.

kankaria

કાર્નિવલમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોવાથી લોકોને કેશલેસ પેમેંટ તેમજ ડિજિટલ બનવા માટે જાગૃત કરવામાં આવશે. કાર્નિવલમાં 'બંદે મે હે દમ' નામના નાતક દ્વારા સરહદ પરના સૈનિકોનું મહત્વ દર્શાવવામાં આવશે.

kankaria

કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષની જેમ લેસર શો, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોગ શો, પપેટ શો, લોકનૃત્યો, રોક બેંડ, ફૂડ ફેસ્ટીવલ, હોર્સ શો, તબલા વાદન, લોકડાયરો, હાસ્ય દરબાર, જેવા કાર્યકમો પણ યોજવામાં આવશે.

English summary
kankaria karnival, ahmedabad starts from today
Please Wait while comments are loading...