જાણો તમારા ઉમેદવારને: મોરબીથી ભાજપના કાંતિભાઈ અમૃતિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીની સીટ પરથી ભાજપના કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. કાંતિભાઈ અમૃતિયા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં મોરબી વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે કાંતિભાઈ અમૃતિયાની પસંદગી કરવામાં આવી છે. તો કાંતિભાઈ અમૃતિયા વિષે થોડુ જાણીએ. કાંતિભાઈ અમૃતિયાનો જન્મ 8 માર્ચ, 1962ના રોજ રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના જેતપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવલાલ અમૃતિયા છે. કાંતિભાઈ પહેલી વખત 1995ની વિધાનસભાની ચૂંટણીમાં પસંદગી પામ્યા હતા.

કાંતિભાઈ હાલ મોરબીના ધારાસભ્ય છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કાંતિભાઈ અમૃતિયા વિજેતા થયા હતા. તેઓ 77386 મતથી ચૂંટણી જીત્યા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમણે ધોરણ 12નો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ જ્યોત્સનાબેન છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. 2012માં તેણે પોતાની સંપત્તિ લગભગ 2 કરોડની આસપાસ જણાવી હતી અને તેમના આવકના મુખ્ય સ્ત્રોત તરીકે બિઝનેસ જણાવ્યુ હતું. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.












Click it and Unblock the Notifications
