સિબ્બલ આકાશ ટેબલેટની લાંચ આપવા માંગે છે: નરેન્દ્ર મોદી
તો બીજી તરફ એચઆરડી મિનિસ્ટ્રી ફરી એકવાર કુરિયરની મદદથી ટેબલેટને મોકલવાનો વિચાર કરી રહી છે. કહેવામાં આવે છે મોદી શહેરમાં હાજર ન હોવાથી આકાશ ટેબલેટ પાછું જતું રહ્યું હતું. જો કે આકાશ ટેબલેટ પરત આવતાં કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે મોદી તેમનું નામ બદલીને નરેન્દ્ર વિરોધી રાખવું જોઇએ. સાથે સાથે નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે આનાથી મોદીની માનસિકતાનો ખ્યાલ આવે છે કે તે ગુજરાતમાં કેવા પ્રકારનું શિક્ષણ ઇચ્છે છે.
આકાશ-2 પર નેતાઓના ફિડબેક
માનવ સંશાધન વિકાસએ પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આકાશ-2 ટેબલેટ પર દેશના તમામ મહત્વપૂર્ણ નેતાઓની ફીડબેક લેવાની યોજના બનાવી હતી. આ યોજાના હેઠળ બધા કેબિનેટ મંત્રીઓ આકાશ ટેબલેટ મોકલ્યાં છે, ત્યારે હવે બધા મુખ્યમંત્રીઓને ટેબલેટ મોકલવાની તૈયારી કરી લીધી છે. મંત્રાલય સાથે સંકળાયેલા એક મુખ્ય સૂત્રના જણાવ્યા અનુસાર દેશના બધા મુખ્યમંત્રીઓના નામે લેટર તૈયાર કરવામાં આવ્યાં છે. આગામી એક-બે દિવસની અંદર બધા મુખ્યમંત્રીઓને આકાશ-2 ટેબલેટ મોકવાની કામગીરી શરૂ થઇ જશે. મંત્રાલય કેબિનેટના મંત્રીઓ તરફથી મળેલા પોઝીટીવ ફીડબેકથી ખબ જ ઉત્સાહીત છે. તેને આશા છે કે મુખ્યમંત્રીઓને આ ટેબલેટ મોલવામાં આવે તો તે પોતાના રાજ્યોમાં તેના વિતરણ અંગેનો નિર્ણય લઇ શકે.