પર્વતના બોડા માથા પર વૃક્ષોના વાળની હરિયાળી સર્જવાનો વન વિભાગનો કર્મયોગ*

ગુજરાતમાં પાવાગઢમાં આવેલા પર્વતને હરીયાળો બનાવા માટે વન વિભાગ દ્વારા બીડ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના માટે મોટી પ્રમાણમાં પર્વત પર વૃક્ષા રોપણ કરવામાં આવશે.

બહુધા વૃક્ષોને શાખાઓ હોય.પણ મધ્ય ગુજરાત માટે પર્વતરાજ અને આખા દેશના શ્રધ્ધાળુઓ માટે પવિત્ર શક્તિપીઠ એવો પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે છે.ખીણ થી વિભાજીત થઈને વિસ્તરેલી પાવાગઢની આવી જ એક શાખા,માઈ મંદિરની બિલકુલ પાછળ આવેલો અને ઊંધી રકાબી જેવું ભૂતલ ધરાવતો નવલખા કોઠાર વિસ્તાર છે. અહીં ઇતિહાસની ધરોહર જેવા અવશેષો સચવાયા છે પણ ડુંગરની ટોચ બહુધા બોડી છે.હા,ચોમાસામાં માથોડા ઊંચું ઘાસ અવશ્ય ઉગી નીકળે છે.

PAVAGARDH

આ પ્રાચીન માઈ મંદિરના અદભુત નવીનીકરણના પ્રેરક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાળ વગરના બોડા માથા જેવા ડુંગરના આ વિસ્તારને વૃક્ષો ઉછેરીને હરિયાળો બનાવવાનું એક અઘરું હોમવર્ક - ગૃહકાર્ય વન વિભાગને સોંપ્યું છે.અને એ લેશન પૂરું કરવા વન વિભાગ એક આજ્ઞાંકિત વિદ્યાર્થિની જેમ કામે લાગી ગયું છે.

કુદરતની એક મહેર જેવું પ્રાચીન તળાવ આ કામમાં આશીર્વાદ રૂપ બન્યું છે અને ગોધરા વન વિભાગે આ તળાવ અને કૂવાના અમૃતજળની મદદથી, પાઈપોનું જાળું પાથરીને ટપક સિંચાઇથી વૃક્ષો ઉછેરવાનું શરુ કર્યું છે.આ પટ્ટામાં જુદી જુદી દેશી પ્રજાતિઓના ૧૧ હજાર રોપા વાવીને વૃક્ષ ઉછેર હાથ ધરવામાં આવ્યો છે અને પંચમહાલ જિલ્લાના પરિશ્રમી આદિવાસી શ્રમિકોની મદદથી ઘણાં પડકારો વચ્ચે આ કામ કરવામાં આવી રહ્યું છે.

આ વનીકરણ ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષક એમ.એલ. મીનાના માર્ગદર્શન હેઠળ કાર્યકારી સહાયક વન સંરક્ષક એસ.એસ.બારીયા અને ફોરેસ્ટર તથા વન સહાયકોની ટીમ કરી રહી છે.

આ પટ્ટામાં વૃક્ષ ઉછેરની દેખરેખ રાખતા બીટગાર્ડ પંકજ ચૌધરી કહે છે કે અહીં દૂધવાળા વૃક્ષો એટલે કે વડ, પીપળા, કરમદા, જમીન સંરક્ષક કેતકી ના રોપા વાવીએ છે જે જમીન સાથે ઝડપથી ચોંટી જવાનો ગુણ ધરાવે છે.ટપક સિંચાઇ થી આ ઉબડ ખાબડ વિસ્તારમાં પાણી આપવાનું કામ સરળ બન્યું છે.

જો કે પડકારો પણ ઘણાં છે.શાહુડીનું આ વિસ્તાર કુદરતી રહેઠાણ છે. એ ઘણીવાર પાઇપો કાપી નાખે છે.કુમળા છોડનું કુમળું થડ ચાવી જાય છે.એટલે રોજે રોજે નિરીક્ષણ કરીને બધું સરખું કરવું પડે છે.તેઓ કહે છે આ વિસ્તારમાં મારા દૈનિક આંટાફેરાનો સરવાળો કરીએ તો સરેરાશ દશ કિલોમીટર થાય.

શ્રમિકો આકરા તાપમાં ટપક સિંચાઇની પાઇપો સરખી કરવાનું,નવા રોપા માટે ખાડા ખોદવાનું કામ કરતાં જોવા મળે છે.અને પરિશ્રમની વચ્ચે તપેલા ખડક પર મજે થી બેસી મકાઈ ના રોટલા અને મરચાના બપોરા કરે છે ત્યારે લાગે કે સુખ કે દુઃખ એ તો મનની અનુભૂતિ છે બાકી તમે કોઈપણ પરિસ્થિતિમાં ચાહો મોજ કરી શકો છો.

પાવાગઢની ખીણોમાં હરિયાળી છે પરંતુ ટોચ બહુધા બોડી છે.વન વિભાગ પડકારો વચ્ચે એને લીલી કરવા પ્રયત્ન કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X