For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં AAP સરકાર બનાવશે - કેજરીવાલનો દાવો

હાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનીયર અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરતા સમયે જણાવ્યું હતું કે, આઇબીનો રિપોર્ટ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

હાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનીયર અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરતા સમયે જણાવ્યું હતું કે, આઇબીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જાણવામાં મળ્યું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં બહુ મોટા માર્જીનથી જીત મેળવશે અને ગુજરાતમાં સરકાર બનાવશે. હાલ અમે બહુ ઓછી સીટોમાં આગળ છીએ, ગુજરાતના લોકોને એક જોરદાર ધક્કો લગાવવો પડશે, જેથી કરીને આપ મોટી બહુમતિ સાથે સરકાર બનાવે.

Kejriwal

આ સાથે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારથી આ રિપોર્ટ આવ્યો છે, ત્યારથી ભાજપ કોંગ્રેસ એક થઇ ગઇ છે. એક સાથે બંન્ને સિક્રેટ મીટિંગ કરીને આવે છે, અને મને એક જ સૂરમાં ગાળો ભાંડે છે.

રવિવારના રોજ ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈબીનો એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો ગુજરાતમાં આજે ચૂંટણી યોજાશે, તો રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

AAPના રાષ્ટ્રીય કન્વીનીયરના જણાવ્યા અનુસાર ભાજપ કોંગ્રેસ વિશે ચૂપ છે અને કોંગ્રેસ ભાજપ વિશે કશું બોલતી નથી. બંન્નને માત્ર મારી સાથે વાંધો છે, એટલે જ તો બંન્ને મને ગાંળો ભાંડે છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને મજબૂત કરવા માગે છે, જેથી આપના મત તૂટી જાય.

આ સાથે અરવિંદ કેજરિવાલે જણાવ્યું હતું કે, મારી દરેકને અપીલ છે કે, કોંગ્રેસને મત આપીને ભાજપને જીતાડવું એ તમારા મતનો વેડફાટ છે. કોંગ્રેસ માટે તમાપો કિંમતી મત ન બગાડો. આ મત આપને આપો એ ગુજરાતના હિતમાં છે. જેઓ પણ ગુજરાત રાજ્યની ભાજપ સરકારથી નારાજ છે, તેઓએ AAPને મત આપવો જોઇએ. જો જનતા આમ આદમી પાર્ટીને જોરદાર સમર્થન કરશે, તો પંજાબ અને દિલ્હી બંનેના રેકોર્ડ ગુજરાતમાં તૂટી જશે.

ગાય માતાની થઇ રહી છે અવગણના

આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગાય આપણી માતા છે. ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ગાય માતાની સતત અવગણના કરવામાં આવી રહી છે, તેમના દ્વારા ગાયોની કોઈ કાળજી લેવામાં આવી રહી નથી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અમારી સરકાર ગૌસેવા માટે આગવી વ્યવસ્થા બનાવી છે. જેમાં ગાય દીઠ સરકાર દ્વારા 20 રૂપિયા અને નિગમ દ્વારા 20 રૂપિયા એમ કુલ 40 રૂપિયાની દૈનિક સહાય આપવામાં આવી રહી છે. ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ અમે અહીં પણ ગાય દીઠ રૂપિયા 40 આપીશું.

English summary
Kejriwal claimed that Aam Aadmi Party government will be formed in Gujarat According to IB report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X