ગુજરાતમાં કેજરીવાલનો ટાર્ગેટ વોટબેંક ઉભી કરવાનો કે સત્તા મેળવવાનો ??
ગુજરાતના રાજકારણમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં તરખાટ મચાવી દીધો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતાં આ જંગમાં આપની એન્ટ્રી ત્રિપાંખીયા જંગમાં ફેરવાઇ ગઇ છે.
ગુજરાતના રાજકારણમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં તરખાટ મચાવી દીધો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતાં આ જંગમાં આપની એન્ટ્રી ત્રિપાંખીયા જંગમાં ફેરવાઇ ગઇ છે. પરંતું, શું કેજરીવાલ ગુજરાતમાં સત્તા સુધી પહોચવામાં સફળ થશે કે કેમ તેને લઇને રાજકીય વિશ્લેષકોમાં બે મત પ્રવર્તે છે.

પરંતું, મુખ્યત્વે રાજકીય વિશ્લેષકો 2022ની વિધાનસભા ચૂંટણીને કેજરીવાલની 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ તરીકે જોઇ રહ્યા છે. હાલમાં ગુજરાતમાં કેજરીવાલની સક્રિયતા રાજ્યમાં પોતાની મજબુત વોટબેંક ઉભી કરવા માટે થઇ રહી હોવાનું માને છે. કેજરીવાલ રાજકારણના સર્વગ્રાહી અને અનુભવી ચહેરા સિવાય મેદાન સર કરવા માંગતા નથી. પરંતું, 2024ની લોકસભાની ચૂંટણી અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સોફ્ટ રાજકીય પાસાં ફેકી રહ્યા છે.
જો 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ કોંગ્રેસની પરંપરાગત વોટબેંકમાં 20 ટકા આસપાસ ગાબડું પાડી શકશે અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખશે ગુજરાતનું ભવિષ્ય આમ આદમી પાર્ટી બની શકશે. હાલમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઇ મજબુત ચહેરો નથી. રાજ્યમાં અરવિંદ કેજરીવાલના સહારે ચૂંટણી લડાઇ રહી છે. ત્યારે, આમ આદમી પાર્ટી 2022ના જંગમાં પોતાનું પોતાના જનાધાર મજબુત કરી મજબુત વિપક્ષ આપવાની ગણતરી સાથે મેદાનમાં હોય તેવું રાજકીય વિશ્લેષકો માને છે. આ રીતે આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસની હરિફ વધુ જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
