ગુજરાતમાં માર્ગ અકસ્માતથી જ્હોન કેરીનો આબાદ બચાવ
ગાંધીનગર, 12 જાન્યુઆરી: ગુજરાતની રાજધાનીમાં સોમવારે બપોરે અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરી એ સમયે દુર્ઘટનાનો શિકાર થતા થતા માંડ-માંડ બચી ગયા, જ્યારે પાકિસ્તાન જવા રવાના થવા માટે એરપોર્ટ જઇ રહ્યા હતા. તેઓ જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલાની એક કારનું અકસ્માત થઇ ગયું.

કેરીની કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. કેરીની કારને પાછળથી ટક્કર મારનારી કારને ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેને કાફીલાથી અલગ કરી દેવામાં આવી. કેરી સરદાર વલ્લભભાઇ પટેલ હવાઇમથક પહોંચ્યા, જ્યાંથી તેઓ ઇસ્લામાબાદ માટે રવાના થઇ ગયા.












Click it and Unblock the Notifications
