વિરપુરથી કેશુભાઇ પટેલે શરૂ કરી પરિવર્તન સંદેશ યાત્રા

keshubhai patel
રાજકોટ, 28 સપ્ટેમ્બરઃ ભાજપના પૂર્વ નેતા અને ગુજરાતના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે વિરપુર ખાતેથી પોતાની રાજકિય યાત્રાની શરૂઆત કરી છે. યાત્રાના પ્રારંભિક દિવસે જ કેશુભાઇએ હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર તિખા પ્રહારો કર્યાં હતા અને તેમને સત્તા પરથી ઉખાડી ફેંકવા આહવાન કર્યું હતું.

ગુજરાત પરિવર્તન પાર્ટીના સુપ્રિમો કેશુભાઇ પટેલે કહ્યું છે, " આગામી 26 જાન્યુઆરીએ મોદી રાજ્યમાં તિરંગો નહીં લહેરાવી શકે, કારણ કે આવાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો પરાજય થવાનો છે."

રાજકોટના 60 કિ.મી દૂર આવેલા ધાર્મિક સ્થળ વિરપુર ખાતે ઉપસ્થિત માનવમેદનીને સંબોધિત કરતા કેશુભાઇએ કહ્યું, " મોદીએ રાજ્યની જનતાને ભયના વાદળ હેઠળ રાખી દીધી છે, કારણ કે અહીં કોઇપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા નથી. તે સમાજને નુક્સાન પહોંચાડી રહ્યાં છે."

નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇએ મોદી વિરુદ્ધ બાંયો ચઢાવીને ભાજપ સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો અને પોતાની નવી પાર્ટી લોન્ચ કરી છે. આ સાથે જ તેમણે 'પરિવર્તન સંદેશ યાત્રા' શરૂ કરી મોદીને ગુજરાતની સત્તા પરથી હટાવવાનું નક્કી કર્યું છે. તેમની યાત્રા પાંચ ચરણમાં રાજ્યમાં ફરશે. જેનું પ્રથમ ચરણ વિરપુરથી શરૂ થશે જે રાજકોટ, જૂનાગઢ, અમેરલી અને જામનગર જિલ્લામાં ફરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X