ધ્રોલમાં કેશુભાઇની પરિવર્તન યાત્રા, ભાજપ-કોંગ્રેસ પર પ્રહારો

રાજ્યમાં સત્તા પરિવર્તન લાવવાના સંદેશ સાથે કેશુભાઇ પટેલે આ પરિવર્તન યાત્રાની શરૂઆત યાત્રાધામ વિરપુરથી શરૂ કરી હતી. જે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પહોંચી છે. ધ્રોલ તાલુકાના લતીપુર સહિતના વિવિધ ગામડા ખાતે યાત્રા પહોંચી હતી. લતીપુર ખાતે યોજાયેલી સભામાં કેશુભાઇ પટેલે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, વર્ષો સુધી ભાજપની સેવા કરી અને ગુજરાતમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકી છતાં પક્ષે હંમેશા મારી અવગણના કરી છે. હાલ રાજ્યમાં ભાજપના સિદ્ધાંતોનું શાસન નથી, પણ ભાજપનુ ભૂત ભમી રહ્યું છે. એક નમાલી સરકાર રાજ્યને ચલાવી રહી છે.
બીજી તરફ કોંગ્રેસ પર પ્રહારો કરતા કેશુભાઇએ કહ્યું કે, કોંગ્રેસમાં ભ્રષ્ટાચારનો ભરડો છે અને કૌભાંડે પણ માઝા મુકી છે ત્યારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને પરિવર્તન પાર્ટીનો ઉદ્દભવ થયો છે. મને સત્તાની જરા પણ લાલસા નથી હું માત્ર પ્રજા હિત ખાતર આવ્યો છું.












Click it and Unblock the Notifications
