For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના થ્રીડી અભિયાનની ટીકા કરતા કેશુભાઇ પટેલ

|
Google Oneindia Gujarati News

keshubhai-patel
અમદાવાદ, 26 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના થ્રીડી પ્રચારને નિશાન બનાવતા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટી પ્રમુખ કેશુભાઇ પટેલે રવિવારે જણાવ્યું છે કે ભાજપના 'ઇલ્યુશનરી કેમ્પેન'. પટેલે કહ્યું છે કે, જે રીતે ભ્રામક અભિયાનમાં ગુજરાત નંબર વન છે તેવી રીતે શું વિકાસમાં નંબર વન છે?

ભાજપ સરકાર દ્વારા જનતાના પૈસાનો ઉપયોગ જાહેરાત અભિયાનમાં ખર્ચવામાં આવે છે. ભગવા પાર્ટી દ્વારા વિકાસ શબ્દનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ કેશુભાઇએ લગાવ્યો છે. ' પૈસાનો ઉપયોગ થ્રીડી કેમ્પેનિંગ, ઇન્ટરનેટ કેમ્પેનિંગ અને કારણ વગરની જાહેરાતો પાછળ ખર્ચવામાં આવે છે,' તેમ કેશુભાઇએ પોતાના બ્લોગમાં કહ્યું છે. થ્રીડી હોલોગ્રાફિક ટેક્નોલોજી અને સેટેલાઇટ લિન્ક અપ્સની મદદથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એક સાથે દર્શાવવામાં આવેલા મોદીના ભાષણને તેઓ સંદર્ભ રીતે મુકી રહ્યાં છે.

વિશ્વમાં આ પ્રકારનો ચૂંટણી અભિયાન પહેલીવાર થઇ રહ્યો છે. કેશુભાઇએ કહ્યું છે કે, જો મુખ્યમંત્રી પદે 4000 દિવસના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મોદીએ ખરેખર વિકાસ કર્યો છે તો પછી શા માટે તેમને થ્રીડી અભિયાનમાં આટલા બધા પૈસા ખર્ચવાની જરૂર પડી છે. લોકો દ્વારા જે યાતનાઓ ભોગવવામાં આવી છે તેમાંથી કેટલી યાતનાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. વિધાનસભામાં એમએલએ કોઇ પ્રશ્ન પૂછતા પહેલા મુખ્યમંત્રીને મળતા હોવાનો આરોપ લગાવ્યો છે. ' હવે સમય આવી ગયો છે કે લોકોએ તેમને સત્તા પરથી હટાવીને પાઠ ભણાવવો જોઇએ.' કેશુભાઇ પટેલે ઉમેર્યું છે.

English summary
Gujarat Parivartan Party president Keshubhai Patelon Sunday alleged that public money was being spent on the BJP's illusionary campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X