For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભામાં મહત્વનું ટાઉન પ્લાનિંગ સુધારા બિલ પસાર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 જુલાઇ : ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના ધારાસભ્યોની ગેરહાજરીમાં બહુમતી સાથે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ 2014 (ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ (સુધાર) વિધેયક - 2014) પસાર કરવામાં આવ્યું હતું. આ નવા બિલમાં પ્રારંભિક તબક્કામાં'સૂચનો અને વિરોધની રજૂઆત' કરવાની સમય મર્યાદા ઘટાડીને 6 મહિના કરવાની દરખાસ્ત છે.

ગુજરાત રાજ્યમાં નવી ટાઉન પ્લાનિંગ (ટીપી - TP) યોજનાઓ ઝડપથી બને અને માળખાગત સુવિધાઓ પણ ઝડપથી વધે તે માટે સરકારે વર્ષો જૂના કાયદામાં સુધારો કરી ટીપી કમિટીની રચના કરવાનું ફરજિયાત બનાવવા ઉપરાંત બીજા અનેક નિયમોમાં સુધારા કર્યા હતા. આ સુધારાઓ અનુસાર જે વિસ્તારમાં રેસિડેન્ટ ઝોન થઈ ગયો હોય તે જમીનને એનએ (NA)કરાવવાની જરૂર ન પડે તે પ્રકારનો સુધારો લાવવાના સંકેત પણ આપ્યા હતા.

gujarat-map-plain

રાજય વિધાનસભામાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ (સુધાર) વિધેયકમાં કરવામાં આવેલી નવી જોગવાઈઓની દરખાસ્ત અંગે પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કેટલીક નગરપાલિકા વિસ્તારની અંદર વિકાસ યોજનાઓ બનાવવા માટે ટીપી કમિટીની રચના જ ચુંટાયેલી પાંખ કરતી ન હતી. નવા સુધારા અન્વયે હવે 3 મહિનામાં ચુંટાયેલી પાંખ જો એની મર્યાદામાં કમિટી નહીં બનાવે તો રાજય સરકાર નક્કી કરેલા ધારાધોરણની મર્યાદામાં રહી જાતે હુકમ કરી જે તે નગરપાલિકામાં ટીપી બનાવશે. નગર પાલિકામાં આ અંગેની અપીલની કોઈ જોગવાઈ નહીં રહે.

બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિકાસ યોજાનાઓમાં રાખવામાં આવતા રિઝર્વેશનની જમીનો સંપાદિત કરવાની થાય અને વિકલ્પરૂપે ડેવલપમેન્ટસ રાઈટસ નક્કી કરેલ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઈટસ આપવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે જેની જમીન સંપાદિત થઈ હોય તે અન્ય જગ્યાએ વિકાસ કરી શકશે. શહેરોના વિકાસને ધ્યાનમાં લઈ લોજિસ્ટિક પાર્ક, એજ્યુકેશનલ પાર્ક જેવા અન્ય ઝોન નવા સુધારા અન્વયે બનાવી શકાશે.

વિકાસ યોજનાના સંદર્ભે જે વાંધા સૂચનો મગાવાની પ્રક્રિયા લાંબી હતી તેમાં ઘટાડો કરાયો છે. અગાઉ ટીપી પૂરી કરવાનો સમયગાળો નિશ્ચિત કરાયો ન હતો. પરિણામે ટીપી સમયસર ફાઈનલ થતી ન હતી. હવે સુધારા અન્વયે 18 માસમાં અધિકારીએ કામ પૂર્ણ કરવાનું રહેશે. લોકલ એરિયા પ્લાન બનાવવાની પદ્ધતિમાં પણ સુધારા સુચવાયા છે. આશ્રમરોડ જેવા ગીચ વિસ્તારોમાં વધુ એક એફએસઆઈ આપવા નવો કન્સેપ્ટ ઉમેરાયો છે.

English summary
Key Town Planning Amendment Bill passes in Gujarat Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X