For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખંભાળિયાઃ ઈસુદાને લીડ ગુમાવી, ભાજપ 6 હજાર મતથી આગળ

આમ આદમી પાર્ટીના મુખ્યમત્રી પદના ઉમેદવાર જાહેર કરાયેલા ઈસુદાન ગઢવી પોતાની સીટ ગુમાવતા જોવા મળી રહ્યા છે. ઈસુદાન ગઢવી હાલ બીજેપીથી પાછળ છે અને કાંટાની ટક્કર ચાલી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દ્વારકા : આમ આદમી પાર્ટીના મુખ્યમત્રી પદના ઉમેદવાર જાહેર કરાયેલા ઈસુદાન ગઢવી પોતાની સીટ ગુમાવતા જોવા મળી રહ્યા છે. ઈસુદાન ગઢવી હાલ બીજેપીથી પાછળ છે અને કાંટાની ટક્કર ચાલી રહી છે.

aap

સામે આવેલા આંકડા અનુસાર, ખંભાળીયાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવી માટે જીત મુશ્કેલ બની રહી છે. 11 રાઉન્ડના અંતે ઈસુદાન બીજેપીથી પાછળ છે અને હવે તેમની મુશ્કેલી વધવાની સંભાવના છે.

આંકડા અનુસાર, 11 રાઉન્ડને અંતે ઈસુદાન ગઢવીને 28007 મત મળ્યા છે. જ્યારે તેમની સામે બીજેપીને 34192 મત મળ્યા છે. અહીં કોંગ્રેસ ત્રીજા નંબરે છે અને તેને 20414 મત મળ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટી સરકાર બનાવવાના દાવા કરીને પ્રચારમાં ઉતરી હતી ત્યારે હવે આ પરિણામે ગુજરાતના તમામ સમીકરણો બદલી નાંખ્યા છે.

ગુજરાતના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં બીજેપીને 150થી વધુ, કોંગ્રસને 117 અને આમ આદમી પાર્ટીને 6 સીટો મળી રહી છે. આ સિવાય 4 સીટો અન્યના ખાતામાં જઈ રહી છે.

English summary
Khambhalia: Isudan Gadhvi lost lead, BJP ahead by 6 thousand votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X