Khavda Solar Park : ખાવડા સોલાર પાવર પાર્ક પાણીમાં ગરકાવ થઈ જતા કામગીરી અટકાવાઈ

Khavda Solar Park : કચ્છ જિલ્લામાં ખાવડાના રણ વિસ્તારમાં બની રહેલો સોલાર પાવર પાર્ક ભારે વરસાદના કારણે પાણીમાં ગકરાવ થઈ ગયો છે. આ વિસ્તાર ચોમાસા દરમિયાન દર વર્ષે પાણીથી ભરાઈ જાય છે. આ વર્ષે પણ મોટા પાયે પાણી ભરાતા સોલાર પાર્કના કામકાજને અસર થઈ છે.

વાયરલ ફોટો-વીડિયોમાં જોઈ શકાય છે કે સોલાર પાર્કનો મોટો ભાગ પાણીમાં ગકરાવ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ પર કામ કરતી કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, સર્જન રિયાલિટીઝ, NTPC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.

Khavda Solar Park

અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કામગીરી ફરી શરૂ કરવામાં નહીં આવે. ગુજરાતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. જો કે, ચોમાસાના કારણે પાણી ભરાતા હવે આ પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કચ્છનું રણ એક ખારા રણ તરીકે ઓળખાય છે, જે ભારે વરસાદ પછી મહિનાઓ સુધી પાણીથી ભરાયેલું રહે છે. આ પ્રકારની મોસમી પરિસ્થિતિઓ આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે હંમેશા પડકારરૂપ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X