નડિયાદના PI સુનિલ મલ્હીએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

Posted By:
Subscribe to Oneindia News

નડિયાદમાં એક પી.આઇ પોતાની ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરતા સમગ્ર પથંક અને પોલીસ વિભાગમાં હચમચી ગયો છે. નડિયાદમાં રૂરલ બિલોદ્રા પોલીસ સ્ટેશનમાં પીઆઇ તેવા સુનીલ મલ્હીએ ગત બુધવારે અમદાવાદ ખાતે તેમના ઘરે બપોરે આત્મહત્યા કરી હતી. કમળાની બિમારીના કારણે તે રજા પર હતા. ત્યારે અચાનક જ ઘરમાં ગોળીનો અવાજ સંભળાતા પરિવારજનો જ્યારે અંદર આવ્યા તો સુનિલભાઇ લોહીલૂહાણ હાલતમાં પડ્યા હતા. પાછળથી ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ તેમનો પરિવાર શોકગ્રસ્ત થયો હતો.

Sunil Malhi

નોંધનીય છે કે સુનિલભાઇ મલ્હીના પરિવારમાં તેમના માતા-પિતા તથા પત્ની બે દિકરા અને એક દિકરી પણ છે. આત્મહત્યાના સમયે તેમની માતા અને પત્ની ઘરમાં જ બીજા રૂમમાં હાજર હતાવધુમાં ઉલ્લેખનીય વાત એ છે કે હાલમાં જ મલ્હીનું પીએસઆઇથી પીઆઇ તરીકે પ્રમોશન કરવામાં આવ્યું હતું. ત્યારે તેવા તો કયા અગમ્ય કારણો બન્યા જેના કારણે પીઆઇ સુનિલ મલ્હીએ આત્મહત્યા કરી તે હજી પણ અકબંધ છે. ત્યારે હાલ ચાંદખેડા પોલીસ આ અંગે જાણકારી ભેગી કરી રહી છે. પણ અચાનક જ તેમણે કરેલી આત્મહત્યાની પોલીસ વિભાગ પણ અચરજમાં પડ્યું છે.

English summary
Kheda district police inspector Sunil Malhi commits suicide. Read here more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.