ખેલ મહાકુંભના પરિણામે ગુજરાતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયા-હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આનાથી ગુજરાતને ઘણા સારા ખેલાડીઓ મળ્યા છે.

રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવીન રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે.

Khel Mahakumbh

આ સિવાય ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં આવી છે.

વિધાનસભામાં ઇન-સ્કુલ શાળાઓ અને રાજ્યના ખેલાડીઓની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનના જવાબમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં ઇન સ્કુલ શાળાઓ, DLSS, શક્તિદુત જેવી યોજનાઓ અને ખેલ મહાકુંભના આયોજનના પરિમાણે રાજ્યના દુર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેલાડીઓની પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થઈ છે.

આજે ગામ અને તાલુકા સ્તરની સ્પર્ધામાં પોતાની પ્રતિભા ઉજાગર કરીને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ગુજરાત અને ભારત દેશનો ડંકો વગાડી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે ખેલ મહાકુંભ ૨.૦ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૧.૩૩ લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અગાઉ પણ ટેલેન્ટ પુલ અને ઇન સ્કુલના કારણે ગીર સોમનાથ જિલ્લાના ૫ જેટલા ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મેડલ પ્રાપ્ત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X