રાજકોટ:ખીરસરા હોટલ માલિકના 19 વર્ષીય પુત્રનું મૃત્યુ

Subscribe to Oneindia News

સોમવારે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે સ્પોર્ટ્સ બાઇક પર સવાર યુવક ટ્રેક્ટરની અડફેટે આવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર, મૃતક રાજકોટના હોટલ માલિક દિલીપસિંહ રાણાનો પુત્ર યશરાજસિંહ રાણા હતો. યશરાજના મૃત્યુની ખબરથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસ તપાસ બાદ મૃતદેહને ગોંડલ તેના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો પહોંચ્યા હતા.

yashrajsinh rana

મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા ખીરસરા પેલેસ હોટલના માલિક દિલીપસિંહ રાણાના પુત્રો યશરાજસિંહ રાણા ઉ.વ.19 પોતાના મિત્રો સાથે કાર લઇને જામનગર રોડ પર આવેલી ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં જમવા ગયો હતો. પરત ફરતી વખતે યશરાજે પોતાના મિત્રનું મુંબઇ પાસિંગનું સ્પોર્ટ્સ બાઇક નં. એમએચ-06-5881 ચલાવવા લીધું હતું. તેઓ જામનગર રોડથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ઘંટેશ્વર અને માધાપર ચોકડી પાસે અકસ્માત સાર્જાયો હતો. આ અકસ્માતમાં યશરાજને માથામાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતો. આ અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Rajkot: Khirsara Palace Hotel owner's son Yashrajsinh Rana died in an accident.
Please Wait while comments are loading...