ખોડલઘામનો 2 દિવસ: જાણીતા ઉદ્યોગપતિઓ બેઠા, માંની ચરણોમાં

Posted By:
Subscribe to Oneindia News

ખોડલઘામનો આજે છે બીજો દિવસે. આજે માંના પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે 21 કુંડી હવન કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના જાણીતા 21 ઉદ્યોગપતિઓ બેઠા હતા. અને તેમણે સંપૂર્ણ મંત્રોચ્ચાર સાથે આ હવનને પૂર્ણ કર્યો હતો. નોંધનીય છે કે સવારે 8 થી 12 અને તે પછી 2થી 5 વાગ્યા સુધીમાં આ તમામ હવનમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજાઅર્ચના કરવામાં આવી હતી.

khodaldham temple

જે બાદ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા લોકગાયકો જેમ કે ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવીએ માં ખોડિયારના ભજનો અને જાણીતા ગીતો ગાઇ લોકોનું મનોરંજન કર્યું હતું. નોંધનીય છે કે સુરક્ષા કારણોના લીધે 6 વાગ્યા પછી ખોડલઘામમાં કોઇ પણ કાર્યક્રમ રાખવામાં નથી આવ્યો. તારીખ 17 જાન્યુઆરીથી શરૂ થયેલો આ કાર્યક્રમ, પાંચ દિવસ સુધી ચાલવાનો છે. જે અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

English summary
khodaldham day 2: 21 Kundi Yagn where 21 Businessman participated
Please Wait while comments are loading...