ઇસ્તંબુલ હુમલાનો ભોગ બનેલી ખુશી શાહનો મૃતદેહ મેળવવા બે ભાઇ રવાના

Subscribe to Oneindia News

તૂર્કીના ઇસ્તંબુલમાં 31 ડિસેમ્બરની રાતે એક નાઇટ ક્લબમાં ન્યૂ યર પાર્ટી દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં બે ભારતીયો પણ ભોગ બન્યા હતા. જેમાં વડોદરાની એક આશાસ્પદ યુવતી ખુશી શાહ પણ તે જ નાઇટ ક્લબમાં નવા વર્ષની ઉજવણીમાં સામેલ થ ઇ હતી. હાલમાં ખુશીનો ભાઉ અક્ષય શાહ અને તેનો પિતરાઇ ભાઇ હિરેન ખુશીનો મૃતદેહ લેવા માટે તૂર્કી જવા રવાના થયા છે.

khushi

ખુશી શાહ વડોદરાની માઉંટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાથી ફેશન ડિઝાઇનીંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેણે ખુશીઝ નામનું પોતાનુ બુટીક મુંબઇમાં શરુ કર્યુ હતુ. વર્ષ 2013 માં વિલ્સ લાઇફ સ્ટાઇલ ફેશન વીકથી તે ચર્ચામાં આવી ગઇ હતી. બોલીવુડની ઘણી હસ્તીઓના ડ્રેસ તેણે ડિઝાઇન કર્યા છે. તે પોતાના બિઝનેસના કામના અનુસંધાનમાં બે ત્રણ દિવસ માટે જ ઇસ્તંબુલ ગઇ હતી જ્યાં તે આતંકવાદી હુમલાનો ભોગ બની હતી.

ખુશીના પરિવારે 31 ડિસેમ્બરે ખુશીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમાં તેઓ સફળ ન થતા તેમણે ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. ભારત સરકારે પણ તાત્કાલિક ધોરણે ખુશીના બે ભાઇઓને વિઝા વ્યવસ્થા કરે તૂર્કી મોકલ્યા હતા. વળી ત્યાં પણ તેમને કોઇ તકલીફ ન પડે તે માટે ભારતીય એમ્બેસેડરને સૂચના આપી હતી.

English summary
khushi shah's 2 brothers gone to turki for deadbody
Please Wait while comments are loading...