Khyati hospital case : ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટી કાર્યવાહી, PMJAY કાર્ડની મંજુરી આપનાર સસ્પેન્ડ

Khyati hospital case : અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલને જેલના સળીયા પાછળ ઘકેલ્યા બાદ હવે અન્ય એક મોટી કાર્યવાહી કરાઈ છે.

અહેવાલો અનુસાર, સરકારે આ કેસમાં PMJAY કાર્ડની પરવાનગી આપનાર વ્યક્તિ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી દીધો છે.

Khyati hospital case

અહેવાલો અનુસાર, PMJAY કાર્ડને મંજૂરી આપનાર મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર પ્રોજેક્ટ ઓપરેટર તરીકે કામ કરતો હતો. આ પહેલા PMJAY કાર્ડને ગેરકાયદેસર મંજૂરી બદલ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.

સમાચારો અનુસાર, આ કેસમાં ડૉ.શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ પગલા લેશે. જેમાં ડૉ.શૈલેષ આનંદ પ્રતિનિયુક્તિ પર NHAમાં ફરજ બજાવતા હતા.

જણાવી દઈએ કે, આ પહેલા ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેનની ધરપરડ કરી છે. કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો અને તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે, ગયા વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા.

આ તમામ દર્દીઓને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દેવાયા હતા. સ્ટેન્ડ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. આ પછી પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X