કિરણ બેદીએ પોતે જ આ તસવીર ટ્વિટ કેમ કરી? જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

પોંડીચેરીના લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદીએ ગુરુવારે એક પોસ્ટરના ફોટોને ટ્વિટ કર્યું. જેમાં તેમના ચહેરાને જર્મનીના એડોલ્ફ હિટલર જેવો દેખાડવામાં આવ્યો છે. પોસ્ટરને ક્રોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પોસ્ટરને કેન્દ્રીય સરકાર અને ઉપ રાજ્યપાળની વિરુદ્ધ નિંદા આંદોલન અને વિધાયકોની નામાંકન પ્રક્રિયા માટે બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટ ટ્વિટને ટ્વિટ કરતા બેદીએ બે હાથ જોડેલા ઇમોજીનો ઉપયોગ કર્યો છે. જે બાદ તેમણે પોસ્ટર સીરીઝ લખીને એક બીજી ટ્વિટ પણ કરી છે જેમાં તેમને મહાકાલીનું સ્વરૂપ તરીકે દેખાડવામાં આવ્યા છે. જેમાં તેમણે પોંડિચેરીના સીએમનું માથું પણ મહાકાળીના સ્વરૂપમાં હાથમાં પકડ્યું હોય તેમ બતાવવામાં આવ્યું છે.

Kiran bedi


આ પછી પોંડિચેરીની કોંગ્રેસ સરકાર અને લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદી વચ્ચે એક વિવાદ ઊભો થઇ ગયો છે. કોંગ્રેસે આ દ્વારા લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદી પર નિશાનો સાંધવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વિધાનસભાના સદસ્યોના રૂપે ત્રણ લોકોને નામાંકિત કરવામાં આવ્યા હતા. જેમણે 4 જુલાઇએ શપથગ્રહણ કરી હતી. પોંડિચેરી વિધાનસભામાં સામેલ આ ત્રણ સદસ્યો છે વી સૈમિનાથન, જે પોંડિચેરીના ભાજપ અધ્યક્ષ છે, કેજી શંકર જે પોંડિચેરીના ભાજપા કોષાધ્યક્ષ છે અને એસ સેલ્વગણપથી જે પણ ભાજપના જ સદસ્ય છે. આ વાત પર પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને અન્ય કોંગ્રેસ વિધાયકો વિરોધ કર્યો હતો. વધુમાં લેફ્ટિનેન્ટ ગવર્નર તરીકે કિરણ બેદીને નીકાળવામાં આવે તેવી પણ માંગ ઊઠી હતી. જે બાદ પોંડિચેરીમાં આ રીતનો પોસ્ટર વોર કિરણ બેદીના વિરુદ્ધમાં શરૂ કરવામાં આવ્યો છે.

English summary
Kiran Bedi portrayed as Adolf Hitler by Congress? Read here more on this news.
Please Wait while comments are loading...