Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કિરણ બેદીએ ટ્વિટર પર કર્યા મોદીના ગુજરાતના ભરપૂર વખાણ

અમદાવાદ, 18 જૂન : સામાજિક કાર્યકર્તા અને દેશની સૌપ્રથમ મહિલા આઇપીએસ અધિકારી બનનાર કિરણ બેદીએ 15 જૂનના રોજ અમદાવાદના મહેમાન બન્યા હતા. કિરણ બેદીને અત્રે એક આઇબીએસ બિઝનેસ સ્કૂલમાં એમબીએના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે કિરણ બેદીએ અમદાવાદની આ મુલાકાતના ટ્વિટર પર ભરપૂર વખાણ કર્યા હતા.

સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેના પ્રખર સમર્થક કિરણ બેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ગુજરાતના વખાણ કરતા લખ્યું છે કે 'હું 15 જૂનના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદ આવી હતી, ત્યારે હું સાબરમતિ નદી પરથી પસાર થઇ. મેં જોયું કે નદીમાં પાણી વહી રહ્યું હતું. જેને જોઇને ઘણો આનંદ થયો. ઘણા વર્ષો પહેલા તે સૂકાઇ ગઇ હતી અને મોતને આરે હતી. તે બધાનો ખૂબ ખૂબ આભાર.' એટલે કે કિરણ બેદીએ નામ લીધા વગર મોદી સરકારનો સાબરમતિ નદીને ફરી જીવંત કરવા બદલ આભાર માન્યો.

બેદી વધુમાં કહ્યું કે 'જ્યારે એક સારું સાશન સ્થપાય છે તે માત્ર એક ટીમના પ્રયાસ થકી આવે છે. ત્યાં નેતા હોય છે પરંતુ નેતા સમર્થન બનાવે છે. જે એક માપણીનું સાધન છે.'

વાત આટલે જ પૂરી નથી થતી કિરણ બેદીએ પોતાના ટ્વિટમાં ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને શિક્ષણના પણ વખાણ કર્યા. બેદીએ ટ્વિટરમાં લખ્યું છે કે 'હું જ્યારે અમદાવાદ ગઇ હતી ત્યાં મને ઘણા એવા વાલીઓ મળ્યા જે ગુજરાતની બહાર રહે છે પરંતુ તેઓ તેમના બાળકોને ગુજરાતમાં શિક્ષણ અપાવવા માટે ઇચ્છે છે, કારણ કે ગુજરાતને તેઓ અન્ય રાજ્યો કરતા સુરક્ષિત ગણે છે.'

બેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એવી ચર્ચા પણ શરૂ કરી હતી કે 'ઘણા લોકોએ તેમને કહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ મોડી રાત સુધી ફરવામાં ભય અનુભવતા નથી. તેઓ એની પાછળનું કારણ પરંપરા અને ગુજરાતમાં નશાબંધીના પાલનને ગણાવે છે.' બેદીની ટ્વિટ પર ઘણા લોકો સમર્થન આપ્યું તો ઘણા લોકોએ વિરોધમાં ટિપ્પણી કરી.

બેદીએ એવું પણ ટ્વિટ કર્યું છે કે 'ઘણા લોકો તેમને એવા મળ્યા કે જેઓ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નોકરી કરવા આવ્યા હોય પરંતુ કર્મચારીઓ નોકરીમાંથી નિવૃત્તિ બાદ ગુજરાતમાં જ વસી જવાની હિમાયત કરતા હોય છે.' કિરણ બેદી દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલા વખાણ એ મોદી કે ગુજરાત પ્રત્યેનું કુણું વલણ નહીં પરંતુ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ બોલે છે એવું કહી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા કિરણ બેદીએ જ્યારે એલ કે અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેના મતભેદની ઉઠેલી ચર્ચાને પગલે ટ્વિટ કર્યું હતું કે 'ભારત એક મહાન દેશ છે. જ્યાં અડવાણી અને મોદી વચ્ચે ભંગાણની સંભાવના નથી. અર્જુન અને કૃષ્ણ વચ્ચે તિરાડ પડવી અહીં શક્ય નથી.'

ગુજરાત અન્ય રાજ્યો કરતા સુરક્ષિત

બેદીએ ટ્વિટરમાં લખ્યું છે કે 'હું જ્યારે અમદાવાદ ગઇ હતી ત્યાં મને ઘણા એવા વાલીઓ મળ્યા જે ગુજરાતની બહાર રહે છે પરંતુ તેઓ તેમના બાળકોને ગુજરાતમાં શિક્ષણ અપાવવા માટે ઇચ્છે છે, કારણ કે ગુજરાતને તેઓ અન્ય રાજ્યો કરતા સુરક્ષિત ગણે છે.'

ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ નિર્ભય

બેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એવી ચર્ચા પણ શરૂ કરી હતી કે 'ઘણા લોકોએ તેમને કહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ મોડી રાત સુધી ફરવામાં ભય અનુભવતા નથી. તેઓ એની પાછળનું કારણ પરંપરા અને ગુજરાતમાં નશાબંધીના પાલનને ગણાવે છે.' બેદીની ટ્વિટ પર ઘણા લોકો સમર્થન આપ્યું તો ઘણા લોકોએ વિરોધમાં ટિપ્પણી કરી.

ગુજરાત કાયમી વસવાટ માટે ઉત્તમ

બેદીએ એવું પણ ટ્વિટ કર્યું છે કે 'ઘણા લોકો તેમને એવા મળ્યા કે જેઓ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નોકરી કરવા આવ્યા હોય પરંતુ કર્મચારીઓ નોકરીમાંથી નિવૃત્તિ બાદ ગુજરાતમાં જ વસી જવાની હિમાયત કરતા હોય છે.'

સાબરમતીને જોઇને ઘણો આનંદ થયો

'હું 15 જૂનના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદ આવી હતી, ત્યારે હું સાબરમતી નદી પરથી પસાર થઇ. મેં જોયું કે નદીમાં પાણી વહી રહ્યું હતું. જેને જોઇને ઘણો આનંદ થયો. ઘણા વર્ષો પહેલા તે સૂકાઇ ગઇ હતી અને મોતને આરે હતી. તે બધાનો ખૂબ ખૂબ આભાર.'

ગુડ ગવર્નન્સ બાય ગુડ ટીમ એફોર્ટ

બેદી વધુમાં કહ્યું કે 'જ્યારે એક સારું સાશન સ્થપાય છે તે માત્ર એક ટીમના પ્રયાસ થકી આવે છે. ત્યાં નેતા હોય છે પરંતુ નેતા સમર્થન બનાવે છે. જે એક માપણીનું સાધન છે.'

અર્જુન અને કૃષ્ણ વચ્ચે તિરાડ શક્ય નથી

કિરણ બેદીએ જ્યારે એલ કે અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેના મતભેદની ઉઠેલી ચર્ચાને પગલે ટ્વિટ કર્યું હતું કે 'ભારત એક મહાન દેશ છે. જ્યાં અડવાણી અને મોદી વચ્ચે ભંગાણની સંભાવના નથી. અર્જુન અને કૃષ્ણ વચ્ચે તિરાડ પડવી અહીં શક્ય નથી.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X