કિર્તીદાન-પ્રિયા સરૈયાના ગીત ‘સાઈબો રે’ યુટ્યુબ પર છવાયુ, એક જ દિવસમાં મળ્યા 7 લાખથી વધુ વ્યુઝ

ટિપ્સ ગુજરાતીએ કિર્તીદાન ગઢવી અને પ્રિયા સરૈયા સાથે ગુજરાતી લોકગીત ’સાઈબો રે’ને રિક્રિએટ કર્યુ છે.

14 ફેબ્રુઆરીએ દુનિયા આખી પ્રેમનો પર્વ એટલે કે વેલેન્ટાઈન ડે ઉજવી રહી છે. વેલેન્ટાઈન ડે પર લવ સોંગ્સ ખાસ ગવાતા હોય છે, ત્યારે ટિપ્સ ગુજરાતીએ કિર્તીદાન ગઢવી અને પ્રિયા સરૈયા સાથે ગુજરાતી લોકગીત ’સાઈબો રે’ને રિક્રિએટ કર્યુ છે. અને આ ગીત રિલીઝ થયાના 24 કલાકમાં જ હિટ સાબિત થઈ રહ્યુ છે. માત્ર 24 કલાકમાં આ પ્રેમગીતને 7 લાખ કરતા વધુ વ્યુઝ માત્ર યુટ્યુબ પર મળી ચૂક્યા છે.

ગીતને અપાયો મોડર્ન ટચ

ગીતને અપાયો મોડર્ન ટચ

ઉલ્લેખનીય છે કે ‘સાઈબો રે ગોવાળિયો મારો' ગીતને થોડા મોડર્ન ટચ સાથે રિક્રીએટ કરાયુ છે. ટિપ્સ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ થયુ છે. આ ગીતને કિર્તીદાન ગઢવી અને પ્રિયા સરૈયાએ ગાયુ છે. તો જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીએ ગીતને કમ્પોઝ કર્યુ છે. ગીતમાં એક એવા યુગલની વાત છે, જે થોડા સમય માટે છુટુ પડે છે, અને દૂર રહીને પણ એકબીજાના પ્રેમની લાગણી સમજે છે. આ વાતને થોડો આધુનિક ટચ અપાયો છે. ત્યારે લોકોએ પણ ગીતના નવા વર્ઝને અપનાવી લીધુ છે.

ટિપ્સ ગુજરાતીના બેનર હેઠળ નિર્માણ

ટિપ્સ ગુજરાતીના બેનર હેઠળ નિર્માણ

ટિપ્સ ગુજરાતીના શ્રી કુમાર તુરાનીનું કહેવુ છે, "એવાં કેટલાક ગીતો હોય છે જે બદલાતી પેઢી, ભાષા કે રજૂ થયાના સમયને ધ્યાનમાં લીધા વગર કાયમ માટે હોય છે. જ્યારે તમે આવા ગીતો સાંભળો છો, ત્યારે તે ફક્ત કોઈના જીવનની ગમગીન યાદોને પાછું લાવતું નથી, પણ તમને ફરીથી જીવંત બનાવે છે. "સાઈબો રે" ચોક્કસપણે આવી જ એક મેલોડી છે. એક સુંદર નવા અવાજ અને અભિગમ સાથેની આ મેલોડી ખાસ કરીને આજના પ્રેક્ષકો આવકારશે."

પહેલીવાર કિર્તીદાન ગઢવી - પ્રિયા સરૈયા એક સાથે

પહેલીવાર કિર્તીદાન ગઢવી - પ્રિયા સરૈયા એક સાથે

તો પ્રિયા સરૈયા આ ગીત બનવાની આખી ઘટનાને એક સપના સમાન ગણાવે છે. પ્રિયા સરૈયાનું કહેવુ છે કે, ‘હું થોડા સમયથી કીર્તિભાઈની સાથે "સાઇબો રે"પર કામ કરતી હતી અને મારે તેમની સાથે ગીત બનાવવું હતું. અમને બંનેને સાથે લાવવામાં એક ગીત માધ્યમ સાબિત થયુ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગીત બહુ બધા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને કીર્તિભાઇ તે પહેલાથી જ તેના લાઇવ શોમાં ગાઇ રહ્યા છે, મને યાદ છે જ્યારે મેં કીર્તિભાઇને ગીત રજૂ કર્યું ત્યારે તેણે તરત જ તેને મંજૂરી આપી અને મારી સાથે ગીત માટે સંમત થયા. કિર્તીભાઇ હંમેશાં કંઇક સમકાલીન ગાવાનું ઇચ્છતા હતા જે તેમણે આ પહેલા કર્યું નથી. હું આશા રાખું છું કે દરેકને આ ગીત એટલું ગમે જેટલું અમને ગમે છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X