For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ લોન્ચ કરી કિસાન મિત્ર એપ્પ

|
Google Oneindia Gujarati News

નવસારી, 4 જૂન : ગુજરાતમાં આવેલી નવસારી કૃષિ યુનીવર્સિટી દ્વારા ખેડૂતો ને મદદરૂપ થાય તેવી મોબઈલ બેઇઝ એપ્લિકેશન કિસાન મિત્ર'ને લોન્ચ કરવામાં આવી છે. આ ક્રાંતિકારી એપ્સને નવસારી કૃષિ યુનીવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. એ. આર. પાઠક દ્વારા ખેડૂતો ની સેવામાં મુકવામાં આવી હતી.

આ પ્રસંગે ICAR, Delhi ના ભૂતપૂર્વ DDG, હોર્ટિકલ્ચર તેમજ યુનીવર્સિટીના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ 'કિસાન મિત્ર' એપ્સની રચના વખતે આદરણીય કુલપતિનો આગ્રહ હતો કે ખેડૂત ભાઈઓની રોજબરોજની ખેતીલક્ષી મુશ્કેલીઓને પ્રશ્ન અને નિરાકરણ સ્વરૂપે સમાવી લેવામાં આવે. જેને સમસ્યાઓ અને સમાધાન સ્વરૂપે આ એપ્સ માં સાંકળી લેવામાં આવી છે.

કૃષિ યુનીવર્સિટી ના ડો. બંકિમ રાદડિયા, આઈ.ટી. વિભાગના વડા દ્વારા જણાવાયું કે આ એપ્સ ને દર બે મહિનાના સમયગાળે નવીનતમ માહિતીથી અપડેટ કરવામાં આવશે. જેથી કિસાન મિત્રો ને દરેક્પળે નવીનતમ વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતીગાર કરી શકાય.

'કિસાન મિત્ર' એપ્પ કેવી રીતે મેળવવી?

'કિસાન મિત્ર' એપ્પ કેવી રીતે મેળવવી?

આ એપ્સ ખેડૂત મિત્રો પોતાના એન્ડ્રોયડ બેઇઝ મોબઈલ માં Google Play Store પરથી મફત ડાઉનલોડ કરી શકાશે. આ એપ્સ ની ખાસિયત એ છે કે તેને માત્ર ડાઉનલોડ કરતી વખતે ઈન્ટરનેટ સુવિધાની જરૂર રહે છે. ત્યાર બાદ એપ્સમાંથી માહિતી મેળવતી વખતે ઈન્ટરનેટ સુવિધાની જરૂર રહેતી નથી. ખેડૂત કોઈપણ જગ્યાયેથી આ એપ્સ પોતાના મોબઈલ વડે ઉપયોગમાં લઇ શકે છે.

કેવી માહિતી ઉપલબ્ધ?

કેવી માહિતી ઉપલબ્ધ?

'કિસાન મિત્ર' એક એવી એન્ડ્રોયડ બેઇઝ એપ્લિકેશન છે જેની મદદથી ખેડૂતો ખેતી, બાગાયત, પશુપાલન ને લગતી સઘળી માહિતી મેળવી શકશે.

ખેતી વિષયક

ખેતી વિષયક

ખેડૂતો માટે જે પ્રકારની માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેમાં ખેડ, બિયારણ, સિંચાય, ખાતર, રોગ, જીવત, નિદામણ, કાપણી, સગ્રહ તેમજ મૂલ્યવૃદ્ધિ સુધીની સચોટ માહિતી મેળવી શકાશે.

પશુપાલન વિષયક

પશુપાલન વિષયક

પશુપાલન ક્ષેત્રે ઓલાદો, પોષણ, રોગો, રસીકરણ, રહેઠાણ, સવર્ધન અને પ્રજનન વિષેનું માર્ગદર્શન પણ મેળવી શકાશે.

નવી પદ્ધતિઓ વિશે માહિતી

નવી પદ્ધતિઓ વિશે માહિતી

આ ઉપરાંત નવીનતમ માહિતીઓ માં જૈવિક ખાતર, આંબામાં નવીનીકરણ, ફળ માખીની ટ્રેપ, ડાંગરની શ્રી પદ્ધતિને આ 'કિસાન મિત્ર' એપ્સ માં સમાવી લેવામાં આવી છે.

વિશે્ષ કાળજી

વિશે્ષ કાળજી

ખેડૂત ભાઈઓની રોજબરોજની ખેતીલક્ષી મુશ્કેલીઓને પ્રશ્ન અને નિરાકરણ સ્વરૂપે સમાવી લેવામાં આવે. જેને સમસ્યાઓ અને સમાધાન સ્વરૂપે આ એપ્સ માં સાંકળી લેવામાં આવી છે.

'કિસાન મિત્ર' એપ્પ કેવી રીતે મેળવવી?
આ એપ્સ ખેડૂત મિત્રો પોતાના એન્ડ્રોયડ બેઇઝ મોબઈલ માં Google Play Store પરથી મફત ડાઉનલોડ કરી શકાશે. આ એપ્સ ની ખાસિયત એ છે કે તેને માત્ર ડાઉનલોડ કરતી વખતે ઈન્ટરનેટ સુવિધાની જરૂર રહે છે. ત્યાર બાદ એપ્સમાંથી માહિતી મેળવતી વખતે ઈન્ટરનેટ સુવિધાની જરૂર રહેતી નથી. ખેડૂત કોઈપણ જગ્યાયેથી આ એપ્સ પોતાના મોબઈલ વડે ઉપયોગમાં લઇ શકે છે.

કેવી માહિતી ઉપલબ્ધ?
'કિસાન મિત્ર' એક એવી એન્ડ્રોયડ બેઇઝ એપ્લિકેશન છે જેની મદદથી ખેડૂતો ખેતી, બાગાયત, પશુપાલન ને લગતી સઘળી માહિતી મેળવી શકશે.

ખેતી વિષયક
ખેડૂતો માટે જે પ્રકારની માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેમાં ખેડ, બિયારણ, સિંચાય, ખાતર, રોગ, જીવત, નિદામણ, કાપણી, સગ્રહ તેમજ મૂલ્યવૃદ્ધિ સુધીની સચોટ માહિતી મેળવી શકાશે.

પશુપાલન વિષયક
પશુપાલન ક્ષેત્રે ઓલાદો, પોષણ, રોગો, રસીકરણ, રહેઠાણ, સવર્ધન અને પ્રજનન વિષેનું માર્ગદર્શન પણ મેળવી શકાશે.

નવી પદ્ધતિઓ વિશે માહિતી
આ ઉપરાંત નવીનતમ માહિતીઓ માં જૈવિક ખાતર, આંબામાં નવીનીકરણ, ફળ માખીની ટ્રેપ, ડાંગરની શ્રી પદ્ધતિને આ 'કિસાન મિત્ર' એપ્સ માં સમાવી લેવામાં આવી છે.

English summary
'Kisan Mitra' Gujarati apps is designed and developed by Navsari Agricultural University to fulfill need of farmers community in the area of Agriculture, Horticulture, Veterinary. The content is prepared and compiled by Research Scientist Group of Navsari Agricultural University in Gujarati native languag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X