ખાતર વિવાદ વચ્ચે ખેડૂતોના મુદ્દે કિસાન સંઘના ભૈદી મોનને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા
ગુજરાતમાં ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસે કિસાન સંઘને બીજેપીની બી ટીમ ગણાવી છે.
ભારતીય કિસાન સંઘના મૌન પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કિસાન સંઘ અને રાજ્ય સરકાર બંને પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જમીન માપણી અને પાક વીમા જેવા મહત્વના મુદ્દાઓ પર કિસાન સંઘ ચૂપ કેમ છે તેવો પ્રશ્ન પૂછ્યો છે.

પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે જ કિસાન સંઘને ખેડૂતોની સમસ્યાઓ દેખાય છે. તેમણે આક્ષેપ કર્યો કે, હાલમાં ખાતરની અછત હોવા છતાં અને ખેડૂતોને કતારોમાં ઊભા રહેવું પડતું હોવા છતાં કિસાન સંઘ આ મુદ્દે કોઈ અવાજ ઉઠાવી રહ્યું નથી.
આંબલિયાએ કૃષિમંત્રી અને ખેતી નિયામક પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, એક તરફ કૃષિમંત્રી દાવો કરે છે કે રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો છે, તો બીજી તરફ ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. તેમણે આ પરિસ્થિતિને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.
વધુમાં તેમણે આરએસએસની સંસ્થા હોવાનો આરોપ લગાવ્યો અને પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, એક સંસ્થા ખેડૂતોને ખાતર નથી આપતી અને તેની જ બીજી સંસ્થા વિરોધ કરે છે તો સંબંધને શું કહેવાય? તેમણે આ પરિસ્થિતિ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ?
પાલ આંબલિયાએ સરકારને અને કિસાન સંઘને ખેડૂતોના હિતમાં ગંભીરતાથી કામ કરવા અને માત્ર ચૂંટણીલક્ષી રાજકારણ છોડવા અપીલ કરી.












Click it and Unblock the Notifications
