For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પાટણ વિધાનસભા બેઠકના જાતિ અને રાજકીય સમિકરણો!

રાજ્યની ઐતિહાસિક નગરીની ઓળખ ધરાવતાં પાટણ શહેરની વિધાનસભા બેઠકના રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો, આ બેઠક પાટણ તાલુકો અને સરસ્વતિ તાલુકાના ગામોની બનેલી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યની ઐતિહાસિક નગરીની ઓળખ ધરાવતાં પાટણ શહેરની વિધાનસભા બેઠકના રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો, આ બેઠક પાટણ તાલુકો અને સરસ્વતિ તાલુકાના ગામોની બનેલી છે. પાટણ વિધાનસભા બેઠક પર ભાજપનો કબ્જો હતો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ બેઠક પરથી ચૂંટાતાં હતાં. પરંતું, 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કિરીટ પટેલે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે.

vote

પાટણ વિધાનસભા બેઠકમાં કૂલ 3.07 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં 1.58 લાખ પુરૂષ મતદારો અને 1.49 લાખ જેટલા સ્ત્રી મતદારો નોંધાયેલા છે. પાટણ વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 314 મતદાન મથકોનો સમાવેશ થાય છે. જો, જ્ઞાતિવાદી સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠકમાં ઠાકોર અને પાટીદાર જાતિનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે. જ્યારે, માલધારી અને દલિત મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં છે.

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાસના હાર્દિક પટેલના સમર્થનથી કોંગ્રેસના કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમણે ભાજપના રણછોડ દેસાઇને પરાજીત કર્યા હતા. ત્યારે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલને રિપિટ કર્યા છે. તો, ભાજપે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાંથી રાજુલ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે. જેઓ, મુળ બનાસકાંઠાના છે અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. ત્યારે, આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા યુવા ચહેરા લાલેશ ઠક્કરને ટિકિટ આપવામાં આવી છે. પાટણમાં સક્રિય અને શહેરના પ્રમુખ પદે રહેલા લાલેશ ઠક્કરના કારણે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. તો, હવે આ બેઠક પર કોંગ્રેસ પુનરાગમન કરશે કે, ભાજપ પોતાની બેઠક પડાવી લેશે કે આમ આદમા પાર્ટી બંનેની લડાઇમાં ફાવી જશે તે જોવું રસપ્રદ બની રહેશે.

English summary
Know the caste and political equations of Patan assembly seat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X