જાણો બનાસકાંઠાની પાલનપુર વિધાનસભા બેઠકનું રાજકીય સમીકરણ, શું કહે છે આંકડા?

રાજ્યના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના રાજકીય સમિકરણ પર નજર કરવામાં આવે તો આ જિલ્લો મુખ્યત્વે કોંગ્રેસનો ગઢ ગણાયો છે. આ જિલ્લાની 9 વિધાનસભા બેઠકોમાં મુખ્યત્વે ભાજપને પરાસ્ત જ મળી છે.

રાજ્યના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના રાજકીય સમિકરણ પર નજર કરવામાં આવે તો આ જિલ્લો મુખ્યત્વે કોંગ્રેસનો ગઢ ગણાયો છે. આ જિલ્લાની 9 વિધાનસભા બેઠકોમાં મુખ્યત્વે ભાજપને પરાસ્ત જ મળી છે. ગત, 2017ના વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પણ કોંગ્રેસને પાંચ, ભાજપને 2 અને અપક્ષના ફાળે એક બેઠક આવી હતી.

vote

જો પાલનપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર અને ગામો તેમજ દાંતા અને અમીરગઢના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. જે બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના મહેશ પટેલ વિજેતા રહ્યા છે. આ બેઠક પર 2.32 લાખ મતદારો નોંધાયેલા છે જેમાં 1.21 લાખ પુરૂષ મતદારો અને 1.11 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. પાલનપુર વિધાનસભા બેઠકમાં 245 મતદાન કેન્દ્રો આવેલા છે.

સામાન્ય રીતે ભાજપના વર્ચસ્વની મનાતી આ પાલનપુર બેઠકમાં 2007 બાદ ભાજપને સતત પરાજય મળ્યો છે. ત્યારે, આ વખતે 2022ની ચૂંટણીમાં ભાજપે અનિકેત ઠાકરને ટિકિટ આપી છે. ત્યારે, કોંગ્રેસે તેમના વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા રમેશ નાભાણીને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર અને ઠાકોર મતદારોના વર્ચસ્વની આ બેઠકમાં આ વખતે મહેશ પટેલ હેટ્રીક કરવામાં સફળ થાય છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ બેઠક સફળ રહે છે તે જોવાનું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X