જાણો ગુજરાતના કેટલાક મહત્વના ડેમોના જળસ્તરની સ્થિતિ
dams of Gujarat: ગુજરાતના સૌથી મોટા ડેમ નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાંથી મંગળવારે સાંજે 4 કલાક સુધીમાં 2.4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.
આશરે 2 લાખ ક્યુસેકના પ્રવાહની સામે ડેમના 15 દરવાજા 2.0 મીટરના અંતરે ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા છે.
ઉકાઈમાંથી આઉટફ્લો 1.8 લાખ ક્યુસેકથી વધુ છે, જે ઉપલા ભાગોમાંથી 1.6 લાખ ક્યુસેકના ઈનફ્લો કરતાં વધારે છે. તાપી નદી પરના ડેમના 14 દરવાજા ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવા માટે 2.44 મીટર ખોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કડાણા, ત્રીજો સૌથી મોટો ડેમ 95.39 ટકા ભરેલો છે, અને તે 1.03 લાખ ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમ નદીમાં છોડી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના અન્ય ડેમ, દમણગંગામાં 34,000 ક્યુસેકનો પ્રવાહ આવી રહ્યો છે, જ્યારે તેના 8 દરવાજા ખુલ્લા રાખીને 41,000 ક્યુસેકથી વધુ પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે.
કરજણ ડેમમાંથી 34,000 ક્યુસેકથી વધુ પાણીની આવક જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
