અમદાવાદના જેડ બ્લ્યૂ ટેલર પાસે સિવડાવે છે મોદી પોતાના સૂટ

અમદાવાદ, 27 જાન્યુઆરી: નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસમાં ઓબામાની સાથે કરેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જે સૂટ પહેર્યું હતું તે સૂટનું કાપડ નરેન્દ્ર મોદીને કોઇ શુભચિંતકે ભેંટ સ્વરૂપે આપ્યું હતું. બીજી ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ આ સૂટ અમદાવાદના એક ટેલર પાસે સિવડાવ્યું છે.

મોદીએ પહેર્યો નવલખ્ખો સૂટ
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રાની ચર્ચા ચારેય તરફ થઇ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે નરેન્દ્ર મોદીનો એ સૂટ સૌની પર ભારે પડી ગયો જે તેમણે ઓબામાની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પહેર્યો હતો. હા, આપ સાંભળીને દંગ રહી જશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધ ગળાનું સૂટ પહેર્યું હતું તે સૂટ પર ખૂબ જ જીણા અક્ષરોમાં નરેન્દ્ર દામોદર દાસ મોદી લખેલું હતું. સૂટ ઘાટા વાદળી રંગનું હતું અને આખા સૂટ પર પીળા રંગની લાંબી પટ્ટીઓ હતી જેની પર તેમનું નામ લખ્યું હતું. જે સૂટને લઇને ચર્ચાઓ વહેતી થઇ છે તેને બીજે ક્યાંય નહી પરંતુ અમદાવાદમાં સિવડાવવામાં આવ્યું છે.

modi
મોદી અમદાવાદથી સિવડાવે છે સૂટ
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો આ સૂટ અમદાવાદના જેડ બ્લ્યૂ ટેલર પાસે સિવડાવ્યો છે, બીજી એક રાજની વાત એ છે કે મોદી પોતાના તમામ સૂટ અહીંથી જ સિવડાવે છે. તેમના કપડા સિવનાર ફેશન ડિઝાઇનર સામંત ચૌહાણે જણાવ્યું કે આ વણાંટકામનો ખૂબ જ સુંદર અને ઉત્તમ નમૂનો છે, જેની કિંમત ટેકનીક અને કપડાની ગુણવત્તા પર નિર્ભર કરે છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના કપડાને બનાવવામાં 80 હજારથી લઇને પાંચ લાખ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X