Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માયાબેન કોડનાની પહોંચ્યાં હાઇકોર્ટની શરણે

mayaben-kodnani
અમદાવાદ, 18 એપ્રિલ: વર્ષ 2002 નરોડા પાટીયા રમખાણ કેસમાં આજીવન કારાવાસની સજા મેળવનાર રાજ્યની પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની અપીલ પર ચૂકાદો આવવા સુધી સજાને સ્થગિત કરવા તથા જામીન આપવાની ગુહાર લગાવશે.

હાર્દિક દવેના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અપીલ પર સુનાવણીમાં લાંબો સમય લાગી શકે છે માટે સજાને સ્થગિત કરવામાં આવવી જોઇએ. ફરિયાદી પક્ષે પોતાની અપીલ દાખલ કરી નથી અને સુનાવણી પુરી થવામાં લાંબો સમય લાગી શકે છે. આ પહેલાં સુનાવણીમાં પણ દસ વર્ષનો સમય લાગી શકે છે.

અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે માયાબેન કોડનાનીનું ફરાર થઇ જવાનું જોખમ નથી કારણ તે સમાજમાં મોટા વ્યક્તિઓ સાથે કેટલાક વર્ષોથી શહેરમાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2012માં અમદાવાદના સ્પેશિયલ કોર્ટે માયાબેન કોડનાનીને 28 વર્ષઈન સજા સંભળાવી હતી. માયાબેન કોડનાની અમદાવાદના છેવાડે નરોડા પાટિયામાં 2002ના રમખાણો દરમિયાન 97 લોકોના મોતના ઘાટ ઉતારવાના દોષી ગણવામાં આવ્યાં છે, જ્યારે બાબૂ પટેલ બજરંગીને કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી હતી. ગુજરાત સરકાર આગામી અઠવાડિયે બાબુ બજરંગી અને માયાબેન કોડનાનીને ફાંસી સજા આપવામાં આવે તે માટે અપીલ દાખલ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X