લડી લેવાના મુડમાં ક્ષત્રિય સમાજ, જો ભાજપે ઉમેદવાર ન બદલ્યો, તો...
Kshatriya community on Parshottam Rupala: ગુજરાતના ક્ષત્રિય સમાજના પૂર્વવર્તી રજવાડાના શાસકો પર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને ગંભીરતાથી લીધું છે. ક્ષત્રિય સમાજના તેમની માફીને નકારી કાઢી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના પોતાના ઉમેદવાર બદલશે નહીં, તો તેમને હારનો સામનો કરવો પડશે.
આ બાબતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ બેઠક યોજી સમગ્ર રાજ્યમાં પરષોત્તમ રૂપાલાના પૂતળા દહનનો નિર્ણય કર્યો હતો. આ બાબતે આગામી દિવસોમાં રાજકોટમાં પણ મોટી બેઠકનું આયોજન કરવામાં આવશે.
22 માર્ચના રોજ રાજકોટમાં જાહેર સભાને સંબોધતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓ વિદેશી શાસકો તેમજ અંગ્રેજોના જુલમ સામે શરણાગતિ પામ્યા હતા. આ મહારાજાઓએ તેની સાથે રોટી બેટીનો વ્યવ્હાર રાખતા હતા. તેમની પુત્રીઓના લગ્ન પણ તેમની સાથે કરાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, પરષોત્તમ રૂપાલાએ તેમના નિવેદન માટે પહેલા જ માફી માંગી લીધી હતી, પરંતુ ક્ષત્રિય સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને જણાવ્યું હતું કે, તેઓ લોકસભાની ચૂંટણી પછી પણ આ જ ભાષા બોલી શકે છે.
સમિતિના એક સભ્ય વીરભદ્ર સિંહે જણાવ્યું હતું કે, અમે તેમની માફી નકારીએ છીએ. કારણ કે, તેમણે દિલથી માફી માંગી નથી. ચૂંટણી પછી પણ તે આ જ ભાષા બોલી શકે છે. જો પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે, તો અમે ખાતરી કરીશું કે, તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે. અમે ભાજપની વિરુદ્ધ નથી.
પરષોત્તમ રૂપાલાને હટાવીને પાર્ટી અહીંથી કોઈને પણ ટિકિટ આપી શકે છે. ટિકિટ વિતરણ વખતે ધ્યાનમાં ન લેવા છતાં ક્ષત્રિયો ક્યારેય મુશ્કેલી ઉભી કરતા નથી, પરંતુ આ વખતે આપણું સન્માન દાવ પર છે. અમે તેમને માફ કરવાના મૂડમાં નથી. ક્ષત્રિય લાંબા સમયથી ભાજપ સાથે છે.
અન્ય ક્ષત્રિય આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જો પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે, તો દરેક જિલ્લામાં તેમના પૂતળા દહન કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે ભાજપ પરષોત્તમ રૂપાલાની રાજપૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી માટે રાજકોટ લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી રદ કરે. અમે સમાધાનની કોઈપણ ફોર્મ્યુલા પર સંમત થઈશું નહીં.












Click it and Unblock the Notifications
