માંડવીમાં જૂની અદાવતમાં બે કોમ વચ્ચે દંગલ, 9 ઘાયલ

Subscribe to Oneindia News

કચ્છનાં માંડવીમાં જૂની અદાવત મુદ્દે ગુંદિયાળી ગામના દરબાર અને માંડવીના દલિત સમાજના યુવકો વચ્ચે હિંસક મારામારી થતાં 9 જેટલાં યુવકો ઘાયલ થયાં છે. જેમાંથી ત્રણેક યુવાનોને થોડીક વધુ ગંભીર ઈજા થઈ હોવાથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જૂની અદાવતમાં આ મારામારી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ યુવકો વચ્ચે પંદરેક દિવસ પહેલાં પણ બોલાચાલી-ઝપાઝપી થઈ હતી. તેમ પોલીસ સૂત્રોમાંથી વિગત પ્રાપ્ત થઈ છે. આ વિવાદમાં માંડવીના ગુંદિયાળી ગામનાં દરબાર યુવકો આજે એક વાહનમાં માંડવી આવ્યા હતા. અને બે જૂથ વચ્ચે માંડવી તળાવના સ્નાનઘાટ પાસે હિંસક મારામારી થઈ હતી. મારામારીમાં ઘાયલ થયેલાં હિતેન્દ્રસિંહ જાડેજા નામના એક યુવકને હાજી હસન હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે બાકીના 8 જણાંને સરકારી હોસ્પિટલે ખસેડાયાં હતા. જે પૈકી ત્રણેક યુવકોને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં છે.

crime

માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી હોસ્પિટલે (1) સાગર વિરમ ધેડા (2) દિપક શામજી ડોરૂ (3) હરેશ મેઘજી બારીયા (4) નયન બાવુભા જાડેજા (5) શક્તિસિંહ ઘનશ્યામસિંહ વાઢેર (6) કિરીટસિંહ દેવિભા જાડેજા (7) જીગર જાડેજા અને (8) કરણસિંહ રાઠોડને સારવાર માટે દાખલ કરાવામાં આવ્યાં હતા. ઘટનાના પગલે માંડવી પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. મારામારીની ઘટનામાં બંને પક્ષો દ્વારા એકમેક સામે રાયોટીંગની કલમ તળે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

English summary
kutch : 9 people were injured because of clashes between two communities
Please Wait while comments are loading...