લાર્સન એન્ડ ટુર્બ્રો ગ્રુપે IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા રાજ્ય સરકાર સાથે કર્યા MoU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (ર૦રર-ર૭) પોલિસીને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતે આજે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિશ્વખ્યાત ઉદ્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (ર૦રર-ર૭) પોલિસીને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતે આજે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિશ્વખ્યાત ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો લિમીટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં IT અને ITeS પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ MoU એક સિમાચિન્હ બની રહેશે L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે. એટલું જ નહિ, વડોદરામાં સ્થપાનારા આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ ૧૦ હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે મજબૂત નીતિ માળખું ઘડીને એક એવી અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યુ છે જેમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહન, તકો અને IT ને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ છે.
માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા માટે, ઉત્કૃષ્ટ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને રાજ્યમાં ૧ લાખ આઇ.ટી નોકરીઓનું સર્જન કરવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં ગુજરાત આઇટી/ ITeS નીતિ (ર૦રર-ર૭) જાહેર કરેલી છે.
આ નીતિએ સમગ્ર IT ઉદ્યોગોમાં એક અભૂતપૂર્વ આકર્ષણ ઉભું કર્યુ છે અને અનેક રોકાણકારો ગુજરાત સરકાર સાથે ભાગીદાર બનવા માટે તત્પર છે. નીતિ અમલી થયાના શરૂઆતના પ્રથમ ૬ મહિનામાં જ ગુજરાત સરકારે ૧૩ અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે. આ MoUs અન્વયે કુલ રૂ. ર૪૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે ૧૩,૭પ૦ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે
હવે L&T ની વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્ક માટે ગુજરાત સરકાર સાથેની સહભાગીતાથી સંસ્કાર નગરી વડોદરા હવે IT/ ITeS ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ નગરી બનશે. R&D ડિઝાઇન કેન્દ્રો સાથે, L&T 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહયોગી રોબોટ્સ, ડિજિટલ ફેકટરી અને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટ જેવી ટેકનોલોજીમાં નિપૂણતા ધરાવે છે.
હવે વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્ક ના નિર્માણથી L&T એક નવું સોપાન સર કરશે. આ MoU પર L&T વતી સી.ઇ.ઓ અને મેનેજિંગ ડિરેકટર એસ. સુબ્રહ્મમણયને તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ રાજ્ય સરકાર વતી હસ્તાક્ષર કર્યા હતા.
આ મહત્વપૂર્ણ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને L&T ના પ્રતિનિધિઓ જોડાયા હતા












Click it and Unblock the Notifications
