શૂટર લજ્જા ગોસ્વામીની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક

Posted By:
Subscribe to Oneindia News
lajja-goswami
ગાંધીનગર, 14 ફેબ્રુઆરીઃ ગુજરાત અને દેશનું ગૌરવ વધારનારી આણંદની શૂટર લજ્જા ગોસ્વામીને તેની આંતરાષ્ટ્રિય સિદ્ધ બદલ ગુજરાત પોલીસ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સ્પેશિયલ કોટામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગોસ્વામીએ 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં 50 મી રાઇફલ 3 પોજીશનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુજરાતની પોલીસ ઇતિહાસની પ્રથમ ઘટના છે, જ્યારે કોઇની સીધી નિમણૂંક કરવામાં આવી હોય, અત્યારસુધી કોઇની સીધી નિમણૂંક કરવામાં આવી નથી.

લજ્જા મધ્ય ગુજરાતના આણંદ શહેરની છે, તેના પિતા તિલકગિરી શિવ મંદિરમાં પૂજારી છે. તિલકગિરીએ મીડિયાને જણાવ્યું હતું કે, જ્યારે બીજા બાળકો નાનપણમાં રમકડાથી રમતા હતા ત્યારે લજ્જા નાનપણમાં બંદૂકોથી રમતી હતી. તેણે બેઇજિંગ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. જો કે તે ત્યાં વિજયી થઇ શકી નહોતી. આ ઉપરાંત લજ્જાએ વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપ કે જે મ્યુનિક ખાતે યોજાઇ હતી ત્યાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. તેમજ ગયા વર્ષે કેરળ ખાતે તેણે રાષ્ટ્રિય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

English summary
Commonwealth shooting champion Gujarati woman Lajja Goswami has been inducted to Gujarat Police in apreciation of her achievements. She has been appointed Police Inspector in special quota.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.