For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂ-માફિયા પોતાની હરકતો છોડી દે નકર ગુજરાત છોડી દેઃ વિજય રૂપાણી

ભૂ-માફિયા પોતાની હરકતો છોડી દે નકર ગુજરાત છોડી દેઃ વિજય રૂપાણી

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જમીનો પર કબ્જો જમાવતા ભૂ-માફિયાઓ સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાલ આંખ કરી છે. સરકારે રાજ્યમાં હાલમાં જ ભૂમિ કબ્જો (નિષેધ) અધિનિયમ 2020 લાગૂ કર્યું છે, જે અંતર્ગત 2 દિવસ પહેલાં રાજ્યમાં ત્રણ એફઆઈઆર પણ નોંધાઈ હતી. આ મામલા બાદ શુક્રવારે નવા એક્ટ અંતર્ગત 10 લોકોની ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમીન પર કબ્જો જમાવતા ભૂ-માફિયાઓને ચેતવણી આપી છે. ચેતવણીના સૂરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે આવા લોકો પોતાની આદત છોડી દે, નકર ગુજરાત છોડવા માટે તૈયારી કરી લે.

vijay rupani

ઉલ્લેખનીય છે કે જામનગરમાં 3.5 કિમી લાંબા ઓવરબ્રિજ સહિતના 578 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સૌરાષ્ટ્રનો આ સૌથી લાંબો ઓવરબ્રીજ હશે. ઈનોગ્રેશન બાદ વિજયભાઈ રૂપાણીએ ભૂ-માફિયાઓને ચેતવણી આપી હતી.

જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, શહેરી વિકાસ સત્તાના મુખ્ય કાર્યકારી અધિકારી અને રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરની બનેલી સાત અધિકારીઓની સમિતિની રચના જમીન વિરોધી કાયદા હેઠળ કરવામાં આવી હતી.

કોઈપણ આક્રમિત વ્યક્તિ કમિટીમાં લેખિત ફરિયાદ રજૂ કરી શકે છે, જે પછી તેની પૂછપરછ માટે અધિકારીની નિમણૂક કરશે. તપાસ અધિકારી રિપોર્ટ રજૂ કરશે અને સમિતિએ 21 દિવસમાં નિર્ણય લેવાનો રહેશે.

ગુજરાતમાં 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે કોરોના વેક્સીન ગુજરાતમાં 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે કોરોના વેક્સીન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે આ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે, જ્યાં ગુંડાગર્દી બિલકુલ બર્દાશ્ત નહિ કરાય. વેપારી અને કારોબારીઓને અહિંસા અને શાંતિનો માહોલ મળે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

English summary
land mafia leave their activity or leave gujarat: CM Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X