ગર્લફ્રેન્ડ મેળવવાનો છેલ્લો પ્રયાસ પડ્યો ભારે, ગુજરાત હાઇકોર્ટે ફટકાર્યો અધધ દંડ

અમદાવાદના એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને તેના પતિ પાસેથી છોડાવી ગર્લફ્રેન્ડને તેને સોંપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી દરમિયાન હોઇકોર્ટે અરજદારને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદ શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી કે, તેની પ્રેમિકાના લગ્ન બળજબરીપૂર્વક કરાવી દેવામાં આવ્યા છે. આ કારણે તે પોતાની પ્રેમિકાની કસ્ટડી ઇચ્છે છે. જોકે, આ અરજીની સુનાવણી કરતા સમયે કોર્ટે અરજદારને પાંચ હજારનો દંડ ફટકારી દીધો છે.

Gujarat High Court

માંગી ગર્લફ્રેન્ડની કસ્ટડી

આ મામલો બનાસકાંઠા જિલ્લામાં રહેતા એક વ્યક્તિનો છે. તેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. તેણે તેની ગર્લફ્રેન્ડને તેના પતિ પાસેથી છોડાવીને તેને સોંપવાની માંગ કરી હતી. અરજીકર્તાનું કહેવું છે કે, તેની પ્રેમિકાના લગ્ન બળજબરીથી કરવામાં આવ્યા છે અને તે તેના પતિ સાથે તેની સંમતિ વિના રહે છે. લગ્ન બાદ પણ તે તેના પતિને છોડીને તેની પાસે રહેવા આવી ગઈ હતી.

લિવ-ઇન-રિલેશનશિપ એગ્રીમેન્ટને આધાર બનાવ્યો

અરજદારે જણાવ્યું કે, તે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો અને બંને વચ્ચે લિવ-ઈન-રિલેશનશિપનો કરાર હતો, પરંતુ થોડા સમય પછી તેની ગર્લફ્રેન્ડના સાસરિયાઓ અને સંબંધીઓ આવ્યા અને પછી તેને લઈ ગયા હતા. અરજીકર્તાએ અરજીમાં લખ્યું છે કે, તેની પ્રેમિકા અને પતિ વચ્ચે ગેરકાયદેસર સંબંધ છે, તેથી ગર્લફ્રેન્ડને તેને સોંપવામાં આવે. અરજદારે કોર્ટમાં લિવ-ઈન-રિલેશનશિપ એગ્રીમેન્ટ રજૂ કર્યું હતું, જેમાં મહિલાએ અરજદાર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારના વકીલે કર્યો હતો વિરોધ

આ મામલાની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારના વકીલે આ માંગનો વિરોધ કર્યો અને જણાવ્યું હતું કે, તેમની પાસે આવી અરજી દાખલ કરવા માટે કોઈ સ્થાન નથી. એવું બિલકુલ કહી શકાય નહીં કે, અરજદાર જેને તેની ગર્લફ્રેન્ડ કહી રહ્યો છે, તે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કસ્ટડીમાં છે.

કોર્ટે પાંચ હજારનો દંડ ફટકાર્યો

બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ વી. એમ. પંચોલી અને જસ્ટિસ એમ. એમ. પ્રચાકે જણાવ્યું હતું કે, મહિલાએ ન તો છૂટાછેડા લીધા છે કે ન તો ફરીથી લગ્ન કર્યા છે, તેથી તેના પતિ સાથે રહેવું ગેરકાયદેસર કસ્ટડી તરીકે ગણી શકાય નહીં. કોર્ટે કસ્ટડીની માંગણી કરનાર વ્યક્તિને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં 5000 રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X