રાજ્યભરમાં નોધણી કચેરી આધુનિક ડિજિટલ બનાવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ટિજિટલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ડિજિટલ ભારત અભિયાન થકી આજે ભારતમાં 40% થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહ્યા છે જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે. અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે જ્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનોને નોકરીઓ મળી રહે છે આ બદલાવ યોગ્ય અને સક્ષમ નેતૃત્વના પરિણામે આપણે અનુભવી રહ્યા છીએ તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આજે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે- gARVI 2.0નું ICICI bank પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું- દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી પટેલે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી આવેલા કર્મીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા સૌની કામ કરવાની ક્ષમતામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.
આ ચાર નવીન પ્રકલ્પોના લોકાર્પણથી રાજ્યભરની રજિસ્ટ્રાર-સ્ટેમ્પ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં વધુ ઝડપ- સરળતા, અવિરત ઇન્ટરનેટની સુવિધા, પારદર્શકતા તેમજ પેમેન્ટ રિફંડ કરવામાં પણ વધુ ઝડપ આવશે. આ સંદર્ભે વધુને વધુ પરિણામલક્ષી કામ થાય તે માટે આપણે સૌએ વધુ હકારાત્મક અભિગમ રાખીને લોકોની સેવા કરવી પડશે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ આ નવીન સેવાઓ શરૂ કરવા બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે નોંધણી વિભાગની કામગીરી તેમજ લક્ષ્યાંક રજૂ કરતું 'ડિજિટલ ગુજરાત' પુસ્તકનું વિમોચન તેમજ gARVI 2.0 અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ કહ્યું હતું કે રાજ્ય સરકારના 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ના અભિગમ સાથે આ નવીન પ્રકલ્પોના અમલથી રાજ્યભરની 287 સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને 31 સ્ટેમ્પ કચેરીઓમાં અનેકવિધ નવી સુવિધા ઉપલબ્ધ થશે. જેના પરિણામે કામ કરવામાં ખૂબ મોટો બદલાવ આવશે અને નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સુવિધાઓ આપી શકાશે. આ પ્રકલ્પોના અમલથી કર્મયોગીઓ લેટેસ્ટ પરિપત્રો, નવા નિયમો, તાલીમ અને ટેકનોલોજીથી અવગત પણ થશે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ શ્રી જેનુ દેવને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપીને નવીન પ્રકલ્પોથી સૌને અવગત કર્યા હતા.
આ નવીન પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, NICના અધિકારીઓ,ICICI બેંકના તેમજ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ કચેરીના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
