રાધનપુરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયુ!
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત કક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત કક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વાસ થી વિકાસ યાત્રાને અનુરૂપ ફિલ્મનું ઉપસ્થિત લોકોએ નિર્દશન કર્યું હતું. મંત્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના વિવિધ વિકાસ કામોનું ઇ - લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ₹5.05 કરોડના 240 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ દરમિયાન મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે દરેકના સાથ સહકાર થી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે. અમારી સરકાર દરેકની સંભાળ લેતી સરકાર છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામોને વધુ વેગ આપી વિકાસને વેગવંતુ બનાવી રહી છે.
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાધનપુર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શીતલ ઠાકોર, રાધનપુર નગરપાલિકા પ્રમુખ મહેશ ઠક્કર, પુર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
