અમરેલીના ધારીમાં માસૂમ બાળકનો ભોગ લેનારો દીપડો પાંજરે પુરાયો

અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી દીપડાના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ધારીના ગોપાલગ્રામ પાસે એક કરુણ ઘટના બની હતી.

આ ઘટનામાં એક પાંચ વર્ષના બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને વન વિભાગે ઝડપી પાડ્યો છે. દીપડો પકડાતા જ સ્થાનિક રહીશો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

ગઈકાલે ધારીના ગોપાલગ્રામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારનો 5 વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બાળકના મોતના સમાચાર મળતા જ અમરેલી વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં 4 જેટલા લોખંડી પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દીપડાની મૂવમેન્ટ ટ્રેક કરવા માટે ટ્રેકર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. ગણતરીના કલાકોમાં જ આદમખોર દીપડો પાંજરામાં મારણની લાલચે પૂરાઈ ગયો હતો.

દીપડાના આતંકને કારણે ખેતરમાં રાત્રે પાણી વાળવા જવામાં કે દિવસના સમયે કામ કરવામાં શ્રમિકો ડરી રહ્યા હતા. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને માતા-પિતા ચિંતિત હતા.

પરંતુ વન વિભાગની સજાગતાને કારણે આ હિંસક પ્રાણી ઝડપાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ વન વિભાગ દ્વારા આ દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X